News of Thursday, 8th March 2018

૧૧ વર્ષની છોકરીની આંખમાંથી નીકળે છે કીડીઓ, ડોકટર પણ હેરાન

અત્યાર સુધી નીકળી ૬૦ કીડીઓ

બેંગ્લોર તા. ૮ : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીંની એક ૧૧ વર્ષની છોકરીની ડાબી આંખમાંથી સતત મરેલી કીડીઓ નીકળી રહી છે. છેલ્લા ૧૦ દિવસથી આ છોકરી આ પ્રકારની વિચિત્ર બીમારીથી પીડાય છે, જેનાથી ડોકટરો પણ હેરાન છે.

૧૧ વર્ષની અશ્વિનીની આંખમાંથી અત્યાર સુધીમાં લગભગ ૬૦ જેટલી કીડીઓ નીકળી છે. દક્ષિણ કન્નડ જિલ્લાના વેનુર પાસે આવેલા એક ગામમાં રહેતી અશ્વિનીને આ સમસ્યાને કારણે આંખમાં ખૂબ જ દુખાવો અને બળતરા થઈ રહી છે. આંખમાંથી પાણી પણ વહે છે. દીકરીની સમસ્યાથી પરેશાન માતા-પિતા પહેલા અશ્વિનીને જયોતિષ પાસે લઈ ગયા. અશ્વિનીનો પરિવાર નાગદોષથી પીડિત હોવાથી તેની આંખમાંથી કીડીઓ નીકળતી હોવાનું તારણ જયોતિષે કાઢ્યું.

અશ્વિની નલિનીગીરી સરકારી સ્કૂલના ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. ડોકટરનું કહેવું છે કે, જયારે અશ્વિની સૂઈ જાય છે ત્યારે કીડીઓ એના કાનમાં ઘૂસી જાય છે અને પછી આંખમાંથી નીકળે છે. ડોકટરે અશ્વિનીની આંખમાં આઈડ્રોપ્સ નાંખ્યા પરંતુ તેને સમસ્યા જેમની તેમ છે.

(4:36 pm IST)
  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST