News of Thursday, 8th March 2018

વડાપ્રધાન મોદીને સાડા પાંચ લાખ મહિલાઓએ કાગળ લખ્યો

'રેપ રોકો' આંદોલનના સમર્થનમાં મહિલાઓએ ચિઠ્ઠી લખી : પીએમએ પહોંચતા પહેલા મહિલાઓને પોલીસે અટકાવી

નવી દિલ્હી, તા. ૮ :  દિલ્હી મહિલા આયોગે સત્યાગ્રહ અને રેપ રોકો આંદોલનના સમર્થનમાં મહિલાઓને વડા પ્રધાનને પત્ર લખવાની અપીલ કરી હતી. ત્યારબાદ ૩પ દિવસમાં લગભગ પ,પપ,૦૦૦ પત્ર આવ્યા, જેમાં મહિલાઓએ નરેન્દ્ર મોદીને પોતાની પીડા જણાવતા સખત કાયદો બનાવવા અપીલ કરી, જેથી મહિલાઓ અને બાળકો પ્રત્યે લોકોની નજર બદલી શકાય.

ગઇકાલે બપોરે ૧ર વાગ્યે આયોગના અપેક્ષા સ્વાતિ જયહિંદ ૬ ઓટો અને ૧૦ કારમાં આ પત્રો લઇને સભ્યો સાથે પીએમઓ જવા માટે નીકળી પડયાં પોલીસે રસ્તામાં જ તેમને રોકયા અને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ. ત્યાંથી બપોરે ૩-૦૦ વાગ્યે તેમને વડા પ્રધાન કાર્યાલય લવાયાં, જયા પીએમઓના અધિકારીઅ તેમની માંગણીઓનો પત્ર સ્વીકાર્યા.

એક પત્રમાં એક મહિલાએ લખ્યુ હતું કે દિલ્હીમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓમાં સત્તા વધારો થઇ રહ્યો છે. ગુનેગારોને હવે કોઇ ડર રહ્યો નથી. આપણે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવીનું સ્થાન અપાયું છે તેમ છતાં મહિલાઓ શારીરિક અને માનસિક અપરાધથી સતત પીડાઇ રહી છે. તેમાંથી ઘણા કેસમાં તો તેઓ ફરીયાદ પણ કરી શકતી નથી. તેનું કારણે કાયદો વ્યવસ્થા પુરતી નથી તે છે.

એક પત્રમાં લખ્યુ હતું કે થોડા સમય પહેલા અમે વડા પ્રધાનને રામ મંદિર નિર્માણના પક્ષમાં બોલતા સાંભળ્યા હતા. અમારો અનુરોધ છે કે જો સીતા સુરક્ષિત નહીં રહે તો મંદિર બનાવવાનો શું મતલખ છે હું ઉત્તમનગરમાં રહુ છું. અહીં દર બે દિવસ મહિલાો સાથે ક્રાઇમની ઘટનાઓ બને છે. એક પત્રમાં લખ્યું છે. કે વડા પ્રધાન સર, હું તમને મારા ઘરની આસપાસના માહોલ અંગે જણાવવા ઇચ્છુ છુ઼. મારે બે પુત્રીઓ છે, જયારે તેઓ ઘરેથી નીકળે છે અને સાંજે પરત ફરતી  નથી ત્યારે મનમાં ડર લાગે છે. હું પ્રાર્થના કરૂ ું. કે તેઓ સહી-સલામત ઘરે પાછી ફરે. મારી દીકરીઓ મને ફરીયાદ કરે છે કે રસ્તામાં ચાલતાં ઘણીવાર બાઇકસવાર તેમના વિશે ગંદી વાતો બોલે છે. હું રાત્રે ૮ વાગ્યે ઘરની બહાર હોઉ તો અને ડર લાગે છે.

એક  પત્રમાં લખ્યું છે કે આજે આપણે બેટી બચાવો અને બેટી પઢાઓ કે પછી દહેજ અથવા તેમના લાલનપાનલથી ડરતા નથી. પરંતુ આજે દીકરીઓની ઇજ્જતનો ડર છે. દિલ્હી મહિલા આયોગે ૩૧ જાન્યઅુારીએ બાળકીઓના રેપના આરોપીઓને સજા અપાવવા માટે સત્યગ્રહ શરૂ કર્યો હતો તેમાં લોકોને પત્ર લખવાની અપીલ કરી હતી.

(4:05 pm IST)
  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST