Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મહિલાઓ પર થતા ગુનામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે

૨૦૧૬માં ક્રાઇમ રેટ ૨.૯% વધ્યો, શોષણના ૨,૦૮૯ કેસ

નવી દિલ્હી તા. ૮ : બદલાતા સમયની સાથોસાથ મહિલાઓ તરફી વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું છે. જે સકારાત્મક ઓછો અને નકારાત્મક વધારે છે. એનસીઆરબીનો રિપોર્ટ આ વાત કરે છે. એનસીઆરબીના ૨૦૧૬ના રિપોર્ટમાં મહિલાઓ અને બાળકો સામે થતાં ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગેંગરેપના મામલે હરિયાણા પ્રથમ ક્રમે છે જયારે મેટ્રો શહેરમાં દિલ્હી ટોચ પર છે. સીએડબલ્યૂ સેલ દ્વારા વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં જાહેર કરવામાં આવેલા આકડાંઓના આધારે વર્ષ ૨૦૧૭ના ૧ જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર વચ્ચે રાજયમાં ૧,૨૩૮ મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદ નોધાય છે. એટલે કે રાજયમાં પ્રતિ દિવસ ઓછામાં ઓછી ૪ મહિલાઓ સાથે બળાત્કારની ઘટના બને છે. મહિલા શોષણના ૨,૦૮૯ કેસ નોંધાયા હતા.

હરિયાણા પોલીસે મહિલાઓ સાથેના ગુનાના કુલ ૯,૫૨૩ કેસ ફાઇલ કર્યા છે. દુષ્કર્મ અને શોષણને બાકાત રાખીએ તો ૨૪૩૨ કેસ મહિલાઓ અને છોકરીઓના અપહરણના નોંધાયા છે. જયારે ૩,૦૧૦ મહિલાઓ દહેજ પ્રથાથી પીડિત છે. વર્ષ ૨૦૧૬માં હરિયાણામાં ગેગરેપની કુલ ૧૯૧ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.

વર્ષ ૨૦૧૫માં મહિલાઓ સામે આચરવામાં ગુનાઓની સંખ્યા ૩,૨૯,૨૪૩ હતી, વર્ષ ૨૦૧૬માં તેમાં ૨.૯%નો વધારો થયો અને સંખ્યા ૩,૩૮,૯૫૪ સુધી પહોંચી. પતિ અને સંબંધીઓએ કરેલી ક્રૂરતામાં કુલ ૧,૧૦,૩૭૮ કેસ નોંધાયા હતા. મહિલાઓ પર ઇરાદાપૂર્વક કરાયેલા હુમલાઓની સંખ્યા ૮૪,૭૪૬ છે. જયારે ૬૪,૫૧૯ અપહરણ અને ૩૮,૯૪૭ ફરિયાદ નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં મહિલાઓ સામે થયેલા ગુનાઓના કુલ ૪,૦૩૭ કેસ નોધાયા છે.

વર્લ્ડ ઇકોનોમીફોરમના તાજા રિપોર્ટમાં મળેલી જાણકારી

દાવોસમાં યોજાયેલાં ર્વિાષક સંમેલન દરમિયાન કહેવાયું છે કે મહિલાઓનાં વેતન અને રોજગાર મામલે પુરુષોની બરોબરી કરવા માટે મહિલાઓને ૨૧૭ વર્ષ વધુ નીકળી જશે. એક વર્ષ પહેલાં આવેલા અન્ય એક રિસર્ચમાં આ જેન્ડર ગેપ ૧૭૦ વર્ષમાં સરખો થઈ જાય એવી સંભાવના વ્યકત કરાઈ હતી. સંમેલન દરમિયાન મહિલાઓનાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રાજનીતિમાં સહભાગિતા પર વાત કહેવાઈ છે, તેમાં જણાવાયું છે કે આ મામલે જેન્ડર ગેપ ભરવામાં વધુ ૧૦૦ વર્ષ લાગશે, જયારે એક વર્ષ પહેલાં આવેલા અહેવાલમાં આ સમયગાળો ૮૩ વર્ષનો ગણાવાયો હતો. ૨૦૦૬થી જેન્ડર ગેપ આધારિત રિપોર્ટ આપવા શરૂ કર્યા છે.

મહિલાઓ પર થયેલા ગુનાઓના કેસ

(વર્ષ ૨૦૧૬, એનસીઆરબી)

રાજય

નોંધાયેલી ફરિયાદ

ઉત્તર પ્રદેશ

૪૯,૨૬૨

પશ્ચિમ બંગાળ

૩૨,૫૧૩

મધ્ય પ્રદેશ

૨૧,૭૫૫

રાજસ્થાન

૧૩,૮૧૧

બિહાર

૫,૪૯૬

કુલ

૩,૨૯,૨૪૬

 

મહાનગરમાં મહિલાઓ સામે થતાં અપરાધની સંખ્યા

નગરનું નામ

ફરિયાદની ટકવારી

બેંગ્લુરૂ

૧,૪૯૪

જયપુર

૧,૦૦૮

પુણે

૩૫૪

દેશોના રેન્કિંગ

રિસર્ચ દરમિયાન ૧૪૪ દેશોને આર્થિક, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રાજકારણમાં મહિલા-પુરુષોને જેન્ડર ગેપની સ્થિતિ પર રેન્કિંગ અપાયા છે. આ યાદીમાં આઇસલેન્ડ ૮૮ ટકા પોઇન્ટ સાથે ટોચનાં સ્થાને છે. આઇસલેન્ડ છેલ્લાં ૯ વર્ષથી દુનિયાનો સૌથી વધુ જેન્ડર ઇકવલ દેશ બની રહ્યો છે. નોર્વે અને ફિનલેન્ડ આ યાદીમાં બીજા અને ત્રીજા નંબરે છે. ભારતને આ યાદીમાં ૧૦૮મો ક્રમ અપાયો છે, જેનો સ્કોર ૬૭ ટકા છે, જયારે ૨૦૦૬માં દેશ ૯૮મા નંબરે હતો. ચીનનો રેન્ક ૧૦૦ છે, જયારે ૨૦૦૬માં તે ૬૩મા રેન્ક પર હતો.

(11:20 am IST)