Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

આખરે ટ્રમ્પે પોર્ન સ્ટાર સાથેના સંબંધોને ફગાવ્યા

વોશિંગટન તા. ૮ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે, તેમના પર એવા આક્ષેપો કરાયા હતા કે તેમનું પોર્ન સ્ટાર સાથે અફેર હતું અને તેને ચૂપ રહેવા માટે રુપિયા આપ્યા હતા. વ્હાઈટ હાઉસે બુધવારે આ મામલે માહિતી આપી છે. પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે પત્રકારોને જણાવ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખે પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું છે.'

સેન્ડર્સે કહ્યું, 'રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે તેમના પર લાગેલા કોઈ પણ આરોપો સાચા નથી.' આ પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના વકીલે કહ્યું હતું કે સ્ટોર્મી સાથે ટ્રમ્પની ૨૦૦૬ અને ૨૦૦૭માં સેકસ્યુઅલ રિલેશનશિપ હતી.

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સામે કેસ દાખલ કર્યો છે, સાથે જ કેલિફોર્નિયાના જજને ૨૦૧૬ રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના થોડા દિવસ પહેલા કરાયેલા ખોટા કરારોને રદ કરવાની માંગ કરી છે.

લોસ એન્જલિસમાં દાખલ કરાયેલા આ કેસમાં આરોપ લગાવાયો છે કે કરાર ગેરકાયદેસર અને બિન પરિણામવાળા છે કારણ કે ટ્રમ્પે તેમના પર પોતે સહી નથી કરી. સ્ટેફની કિલફોર્ડ ઉર્ફે સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પ અને તેમની વચ્ચે શારીરિક સંબંધ હતા અને લાંબા સમય સુધી બન્ને વચ્ચે સંબંધો રહ્યા હતા. પણ તેમના વકીલ દ્વારા બન્ને વચ્ચે પ્રેમ પ્રેમ સંબંધ હોવાની વાત નકારી દેવાઈ છે.

(10:04 am IST)