Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દિલ્હી હાઈકોર્ટે NSE ફોન ટેપિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચિત્રા રામકૃષ્ણને જામીન આપ્યા

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાઈકોર્ટે તેમને સીબીઆઈ સાથે જોડાયેલા કેસમાં જામીન આપ્યા હતા

નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટે એનએસઇ ફોન ટેપિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચિત્રા રામકૃષ્ણને જામીન આપ્યા છે. તેમના પર મની લોન્ડરિંગનો આરોપ હતો. કથિત ફોન ટેપિંગ કેસમાં સીબીઆઇ કેસમાં ચિત્રા રામકૃષ્ણ પહેલાથી જ જામીન પર છે. વિગતવાર આદેશોનું પાલન કરવાનું રહેશે. જસ્ટિસ જસમીત સિંહે કહ્યું કે અરજદારને જામીન આપવામાં આવે છે અને જામાની અરજી સ્વીકારવામાં આવી છે.

 એનએસઇના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટરની અગાઉ કથિત એનએસઇ કો-લોકેશન કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગયા વર્ષે 14 જુલાઈના રોજ ચિત્રાની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાઈકોર્ટે તેમને સીબીઆઈ સાથે જોડાયેલા કેસમાં જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ હાલના કેસમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો કારણ કે તે ષડયંત્ર પાછળ “માસ્ટર માઈન્ડ” હતા.

ઇડી અનુસાર ફોન ટેપિંગ કેસ 2009 થી 2017 ના સમયગાળા સાથે સંબંધિત છે,જ્યારે એનએસઇના ભૂતપૂર્વ સીઈઓ રવિ નારાયણ, રામકૃષ્ણ, એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ રવિ વારાણસી અને પ્રમુખ મહેશ હલ્દીપુર અને અન્યોએ એનએસઇ અને તેના કર્મચારીઓને છેતરવાનું ષડયંત્ર રચ્યું હતું.

(8:49 pm IST)