Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

શિમલામાં શિયાળામાં માત્ર એક જ દિવસ બરફ પડયો પર્યાવરણમાં ફેરફારથી શિમલામાં ઘટી રહી છે હિમવર્ષા

શિમલા, તા.૯: છેલ્લા કેટલાક વર્ષોમાં શિમલામાં હિમવર્ષાના આ છે આંકડાઃ ૨૦૧૦-૧૧ (૩૧.૫ સેમી.), ૨૦૧૧-૧૨ (૧૧૯.૪ સે.મી.), ૨૦૧૨-૧૩ (૯૨.૮ સેમી), ૨૦૧૩-૧૪ (૭૬ સે.મી.), ૨૦૧૪-૧૫ (૮૩.૮ સે.મી.), ૨૦૧૫-૧૬ (૨૫ સે.મી.), ૨૦૧૬-૧૭ (૧૦૬.૫ સે.મી.), ૨૦૧૭-૧૮ (૨૦.૮ સે.મી), ૨૦૧૮-૧૯ (૧૨૮.૮ સે.મી.) ૨૦૧૯-૨૦ (૧૯૮.૭ સે.મી.), ૨૦૨૦-૨૧ (૬૭ સે.મી.) અને ૨૦૨૧-૨૦૨૨ (૧૬૧.૭ સે.મી.), નિષ્‍ણાંતો કહે છે કે આ આંકડાઓ દર્શાવે છે કે શિમલામાં હિમવર્ષા છેલ્લા બે દાયકાઓમાં અનિયમિત, આકસ્‍મિક અને ઘટતી જાય છે.

ભારતીય હવામાન વિભાગ, શિમલાના ડાયરેકટર સુરેન્‍દર પૌલે કહ્યું કે વરસાદ અને હિમવર્ષા બંને અહીં ઘટી રહ્યા છે અને ઋતુઓમાં ફેરફાર થઇ રહ્યો છે. શિયાળાના મહિનાઓ સંકોચાઇ રહ્યા છે અને શિયાળાના પીક દરમ્‍યાન હિમ વર્ષા થોડી ઘટી છે. પહેલા અહીં ડીસેમ્‍બર, જાન્‍યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં પણ નિયમીત હિમવર્ષા થતી હતી પણ હવે એવુ નથી રહ્યું. તેમણે કહ્યું કે હવામાન વિભાગ, વર્ષોથી જોઇ રહ્યો છે કે હવામાનની અનિયમિતતા, અસ્‍પષ્‍ટતા અને અચાનકતા જોવા મળી રહી છે. આના પરિણામે ઋતુઓની તીવ્ર ઘટનાઓ કોઇ એક જગ્‍યાએ વધારે પડતો વરસાદ, હિમ વર્ષા અને અત્‍યારે શિમલામાં આપણને ચોખ્‍ખુ અને સુકુ હવામાન જોવા મળી રહ્યું છે જયારે બે દાયકા પહેલા આ હિમવર્ષાની સીઝન ગણાતી હતી

(4:15 pm IST)