Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અમિતાભ બચ્‍ચનને ત્‍યારે લોકો ‘ઉંટ' કહેતાં હતાં!

જુની તસ્‍વીર પોસ્‍ટ કરીને ખુદ બીગ-બીએ કર્યો ખુલાસો

મુંબઇ તા. ૯: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્‍ચનની ઊંચાઈના કારણે એક સમયે મજાક થતી હતી. તેમણે હાલમાં જ એક જુની તસ્‍વીર પોસ્‍ટ કરીને લખ્‍યું હતું કે હું જ્‍યારે ફિલ્‍મોમાં આવ્‍યો ત્‍યારે લોકો મને ઉંટ કહેતાં હતાં. સદીના મેગાસ્‍ટાર અમિતાભ બચ્‍ચને બોલિવૂડને એકથી વધુ ફિલ્‍મો આપી છે. અભિનેતા ૮૦ વર્ષનો છે, પરંતુ તે હજી પણ ઇન્‍ડસ્‍ટ્રીમાં સક્રિય છે. તેઓ ફિલ્‍મો ઉપરાંત પોતાની ઊંચાઈને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. એક સમયે અભિનેતાની તેની ઊંચાઈના કારણે મજાક ઉડાવવામાં આવતી હતી. લોકો તેને ઊંટ કહેતા. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્‍ટ દ્વારા કર્યો છે. અમિતાભ બચ્‍ચનની આ પોસ્‍ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના ચાહકો આ અંગે કોમેન્‍ટ કરી રહ્યા છે. યુઝર્સ દ્વારા અનેક પ્રતિક્રિયા અપાઇ છે. સત્‍યમ નામના યુઝરે લખ્‍યું કે એ લોકોએ તમારું સાચું નામ આપ્‍યું હતું કારણ કે ઊંટ રોકાયા વિના રણની ઊંચાઈ હાંસલ કરે છે અને તમે બોલિવૂડની ઊંચાઈ હાંસલ કરી હતી. તાજેતરમાં અમિતાભની ફિલ્‍મ આવી તેનું નામ પણ ઉંચાઇ હતી. હવે તે ગણપત, પ્રોજેક્‍ટ કે અને બટર ફલાય જેવી ફિલ્‍મમાં દેખાશે.

 

 

(11:51 am IST)