Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઠંડીથી બચવા આખી રાત હીટર ચાલુ રાખ્‍યુઃ ગુંગળાઈ જવાને કારણે પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્‍યો

ગુંગળાઈ જવાને કારણે આખા પરિવારનું નિધનઃ એક દિવસ પહેલા જ જન્‍મેલા નવજાતનું પણ નિધન થયું છે

શ્રીનગર, તા.૯: બિજનોર- શિયાળાની શરુઆત થઈ ત્‍યારથી આખી રાત હીટર ચાલુ રાખવાને કારણે ગૂંગળાઈને મળત્‍યુ પામવાના ઘણાં કિસ્‍સા સામે આવ્‍યા છે. મંગળવારની રાતે પણ આવી જ એક દુઃખદ ઘટના જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવાડામાં બની હતી. અહીં રહેતા મૂળ બિજનોરના એક પરિવારે ઠંડીનો સામનો કરવા માટે આખી રાત હીટર ચાલુ રાખ્‍યુ હતું, જેના પરિણામે એક દિવસના બાળક સહિત પરિવારના પાંચ સભ્‍યોનું નિધન થયુ હતું. મળતકોની ઓળખની વાત કરીએ તો ૩૫ વર્ષીય મોહમ્‍મદ માજિદ અને તેની પત્‍ની ૩૦ વર્ષીય શહાનાએ જીવ ગુમાવ્‍યો છે. સાથે જ તેમના ત્રણ બાળકો ફૈઝાન (સાત વર્ષ), અબુઝર (૫ વર્ષ) અને નવજાત બાળકનું પણ નિધન થયું છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ પરિવાર અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. પાડોશીઓએ જોયું કે પરિવારના લોકો કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી રહ્યા. ત્‍યારપછી સ્‍થાનિક ડોક્‍ટરને બોલાવવામાં આવ્‍યા જેમણે પરિવારના તમામ સભ્‍યોની તપાસ કરી અને બચાવવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો પરંતુ તપાસ પછી તમામને મળત જાહેર કરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે લગભગ ૧૫ વર્ષ પહેલા માજિદ અને તેમનો પરિવાર બિજનોરના એક ગામથી કાશ્‍મીરના ક્રાલપોરા વિસ્‍તારમાં રહેવા માટે આવ્‍યો હતો. તેના ભાઈ મુફ્‌તી વાજિદ જણાવે છે કે, ઘટના બની તેના એક દિવસ પહેલા જ ભાભીએ બાળકને જન્‍મ આપ્‍યો હતો, માટે અમે તેમના સ્‍વાસ્‍થ્‍યની જાણકારી મેળવવા માટે અનેકવાર ફોન કર્યો પણ તેમનો સંપર્ક નહોતો થઈ શકયો. અને પછી બુધવારની સવારે પાડોશીઓએ ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી.

સ્‍વાસ્‍થ્‍ય તંત્રના જણાવ્‍યા અનુસાર ગૂંગળામણને કારણે આ લોકોએ જીવ ગુમાવ્‍યો છે. પરિવારના મળતદેહને ગુરુવારના રોજ બિજનોર લાવવામાં આવી શકે છે. BMO ક્રાલપોરા મોહમ્‍મદ શફીએ જણાવ્‍યું કે, ફોન આવ્‍યા પછી હું એમ્‍બ્‍યુલન્‍સ લઈને ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો. મેં જોયું કે એક ઓરડામાં પાંચ લોકો મળત અવસ્‍થામાં પડ્‍યા છે. ઓરડામાં માતા-પિતા સહિત ત્રણ બાળકો હતા જેમાંથી એક બાળક ૧-૨ દિવસનુ હતું અને અન્‍ય બે બાળક ૫-૭ વર્ષના હતા. મળત્‍યુ મોનોઓક્‍સાઈડ પોઈઝનિંગને કારણે થયું છે.

(11:38 am IST)