Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં ખર્ચાયા ૬ કરોડ!

બોલીવુડના કયા કપલે કર્યા છે સૌથી મોંઘા લગ્ન

નવી દિલ્‍હી, તા.૯: ફિલ્‍મ સ્‍ટાર્સની દરેક વાત અનોખી હોય છે. સિલ્‍વર સ્‍ક્રીન પર પાત્રો ભજવતા હીરો અને હિરોઈન વાસ્‍તવિક જીવનમાં પણ અલગ જ દેખાય છે. તેમની સ્‍ટાઇલ અને ડ્રેસ ફેશન બની જાય છે. આવી સ્‍થિતિમાં તેમના લગ્ન ખાસ હોવા જોઈએ. તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્‍હોત્રા અને કિયારા અડવાણીએ પણ ધૂમધામથી લગ્ન કર્યા હતા, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. અમે બોલિવૂડના સૌથી મોંઘા લગ્નની ચર્ચા કરીશું.

‘શેર શાહ' ફિલ્‍મના આ કપલે વાસ્‍તવિક જીવનમાં પણ એકબીજાનો હાથ પકડ્‍યો છે. બંનેએ રાજસ્‍થાનના સૂર્યગઢ પેલેસમાં લગ્નની વિધિ પૂરી કરી હતી. ઇકોનોમિક ટાઇમ્‍સ અનુસાર, આ પેલેસનું દૈનિક ભાડું ૧.૫ થી ૨ કરોડ રૂપિયા છે. ત્રણ દિવસ ચાલેલા લગ્ન સમારોહમાં કુલ ૬ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

કેટરિના - વિકી

બોલિવૂડ સ્‍ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ રાજસ્‍થાનના સવાઈ માધોપુર જિલ્લાના બરવારા કિલ્લામાં ડેસ્‍ટિનેશન વેડિંગ કર્યું હતું. આ લગ્નમાં પણ લગભગ ૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો.

રણવીર - દીપીકા

બોલિવૂડના આ સ્‍ટાર કપલે ઈટાલીના લેક કોમો નામના સ્‍થળે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહ વિલા ડેલ બાલ્‍બિયાનો ખાતે યોજાયો હતો, જેમાં એક દિવસ માટે લગભગ ૨૪ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. લગ્ન પાછળ અંદાજે ૭૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અનુષ્‍કા - વિરાટ

ફિલ્‍મ અને ક્રિકેટ કપલે પણ ઈટાલીના બોર્ગો રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્‍સમાં એવો દાવો કરવામાં આવ્‍યો હતો કે આ લગ્નમાં અનુષ્‍કાની વીંટી ૧ કરોડ રૂપિયાની હતી અને આખા લગ્નમાં લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો.

પ્રિયંકા - નિક

આ ભારતીય-વિદેશી કપલે પણ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. આ પેલેસનું એક દિવસનું ભાડું લગભગ ૬૪ લાખ રૂપિયા છે, જ્‍યાં ૫ દિવસ સુધી ચાલી રહેલી લગ્નની વિધિમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. આ લગ્નમાં અંદાજે ૧૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.

શિલ્‍પા - રાજ

ફિલ્‍મ અને બિઝનેસની આ જોડીએ પણ તેમના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્‍યા હતા. ૧૪ વર્ષ પહેલા ખંડાલાના એક રિસોર્ટમાં થયેલા આ લગ્નમાં શિલ્‍પા શેટ્ટીએ લગભગ ૫૦ લાખનો લહેંગા પહેર્યો હતો. આ લગ્નમાં અંદાજે ૪ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.(૨૩.૭)

 

 

ઠંડીથી બચવા આખી રાત હીટર ચાલુ રાખ્‍યું, ગૂંગળાઈ જવાને કારણે પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્‍યો

ગૂંગળાઈ જવાને કારણે આખા પરિવારનું નિધનઃ એક દિવસ પહેલા જ જન્‍મેલા નવજાતનું પણ નિધન થયું છે

શ્રીનગર, તા.૯: બિજનોર- શિયાળાની શરુઆત થઈ ત્‍યારથી આખી રાત હીટર ચાલુ રાખવાને કારણે ગૂંગળાઈને મળત્‍યુ પામવાના ઘણાં કિસ્‍સા સામે આવ્‍યા છે. મંગળવારની રાતે પણ આવી જ એક દુઃખદ ઘટના જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવાડામાં બની હતી. અહીં રહેતા મૂળ બિજનોરના એક પરિવારે ઠંડીનો સામનો કરવા માટે આખી રાત હીટર ચાલુ રાખ્‍યુ હતું, જેના પરિણામે એક દિવસના બાળક સહિત પરિવારના પાંચ સભ્‍યોનું નિધન થયુ હતું. મળતકોની ઓળખની વાત કરીએ તો ૩૫ વર્ષીય મોહમ્‍મદ માજિદ અને તેની પત્‍ની ૩૦ વર્ષીય શહાનાએ જીવ ગુમાવ્‍યો છે. સાથે જ તેમના ત્રણ બાળકો ફૈઝાન (સાત વર્ષ), અબુઝર (૫ વર્ષ) અને નવજાત બાળકનું પણ નિધન થયું છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ પરિવાર અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. પાડોશીઓએ જોયું કે પરિવારના લોકો કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી રહ્યા. ત્‍યારપછી સ્‍થાનિક ડોક્‍ટરને બોલાવવામાં આવ્‍યા જેમણે પરિવારના તમામ સભ્‍યોની તપાસ કરી અને બચાવવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો પરંતુ તપાસ પછી તમામને મળત જાહેર કરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે લગભગ ૧૫ વર્ષ પહેલા માજિદ અને તેમનો પરિવાર બિજનોરના એક ગામથી કાશ્‍મીરના ક્રાલપોરા વિસ્‍તારમાં રહેવા માટે આવ્‍યો હતો. તેના ભાઈ મુફ્‌તી વાજિદ જણાવે છે કે, ઘટના બની તેના એક દિવસ પહેલા જ ભાભીએ બાળકને જન્‍મ આપ્‍યો હતો, માટે અમે તેમના સ્‍વાસ્‍થ્‍યની જાણકારી મેળવવા માટે અનેકવાર ફોન કર્યો પણ તેમનો સંપર્ક નહોતો થઈ શકયો. અને પછી બુધવારની સવારે પાડોશીઓએ ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી.

સ્‍વાસ્‍થ્‍ય તંત્રના જણાવ્‍યા અનુસાર ગૂંગળામણને કારણે આ લોકોએ જીવ ગુમાવ્‍યો છે. પરિવારના મળતદેહને ગુરુવારના રોજ બિજનોર લાવવામાં આવી શકે છે. BMO ક્રાલપોરા મોહમ્‍મદ શફીએ જણાવ્‍યું કે, ફોન આવ્‍યા પછી હું એમ્‍બ્‍યુલન્‍સ લઈને ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો. મેં જોયું કે એક ઓરડામાં પાંચ લોકો મળત અવસ્‍થામાં પડ્‍યા છે. ઓરડામાં માતા-પિતા સહિત ત્રણ બાળકો હતા જેમાંથી એક બાળક ૧-૨ દિવસનુ હતું અને અન્‍ય બે બાળક ૫-૭ વર્ષના હતા. મળત્‍યુ મોનોઓક્‍સાઈડ પોઈઝનિંગને કારણે થયું છે.

(11:33 am IST)