Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભારત બન્‍યુ વિશ્વનું મિલ્‍ક કેપિટલ દૂધ ઉત્‍પાદનમાં ટોચના સ્‍થાને

ભારતે વર્ષ ૨૦૨૧-૨૨માં વૈશ્વિક દૂધ ઉત્‍પાદનમાં ૨૪ ટકા યોગદાન આપ્‍યું : વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ઉત્‍પાદનમાં ૫૧ ટકાની વૃધ્‍ધિ થઇ : સરકાર

નવી દિલ્‍હી,તા. ૯ : ભારત દૂધ ઉત્‍પાદનના મામલમાં વિશ્વમાં નંબર -૧ દેશ બની ગયો છે. કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોતમ રૂપાલાએ લોકસભામાં જણાવ્‍યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂર ઉત્‍પાદન દેશ બની ગયો છે. કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ એક લેખિત જવાબરમાં કહ્યું કે ધ ફુડ એન્‍ડ એગ્રીકલ્‍ચર ઓર્ગેનાઇઝેશન કોર્પોરેટ સ્‍ટેટીસ્‍ટીકલ ટાબેગ (એફએઓએસટીએટી)ના ઉત્‍પાદન આંકડા અનુસાર ભારત વર્ષ ૨૦૨૧-૨૨માં વૈશ્વિક દૂધ ઉત્‍પાદનમાં ૨૪ ટકા યોગદાન આપનાર દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્‍પાદક દેશ છે.

તેમણે આગળ કહ્યું કે ભારતના દૂધ ઉત્‍પાદનમાં છેલ્લા આઠ વર્ષ દરમિયાન વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૫૧ ટકાની વૃધ્‍ધિ થઇ છે. ૨૦૨૧-૨૨માં વધીને દૂધ ઉત્‍પાદન ૨૨ કરોડ ટન થયું હતું. કેન્‍દ્રીફ મંત્રી રૂપાલએ ઉમેર્યું કે પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ડેરી ક્ષેત્રમાં આર્થિક રૂપથી નબળા ખેડૂતોના ફાયદા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

આ સિવાય, ડેરી વિકાસ માટે રાષ્‍ટ્રીય કાર્યક્રમનો ઉદ્દેશય દૂધ, દૂધ પ્રોડકટની ગુણવતા વધારવી અને સંગઠિત ખરીદી, પ્રોસેસિંગ, વેલ્‍યુ એડિશન અને માર્કેટિંગની ભાગીદારી વધારવાનો છે. નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્‍ટ (એનપીડીડી)એ ફેબ્રુઆરી ૨૦૧૪માં ત્રણ યોજનાઓ ડેરી વિકાસ કાર્યક્રમ, ગુણવતા અને સ્‍વચ્‍છ દૂધ ઉત્‍પાદન માટે માળખાકીય સુવિધાને મજબુત કરવી અને સહકારી મંડળીઓને સહાયતા કરવાનું નક્કી કર્યું. જુલાઇ ૨૦૨૧માં દૂધ ઉત્‍પાદોની ગુણવતા વધારવા અને સંગઠીત ખરીદી, પ્રોસેસિંગ, વેલ્‍યુ એડિશન અને માર્કેટિંગની હિસ્‍સેદારી વધારવાના ઉદ્દેશ્‍યથી એનપીડીડીની સ્‍થાપના કરવામાં આવી.

આ સાથે કેન્‍દ્રીય પુરૂષોતમ રૂપાલાએ જણાવ્‍યું કે રાષ્‍ટ્રીય પશુધન મિશન, ફી અને ઘાસચારા વિકાસ પર ઉપ-મિશન એક જુદી યોજના છે, જેનો ઉદ્દેશ્‍ય ઘાસચારાની ઉપલબ્‍ધતા વધારવાનો છે. ડેરી વિભાગ દેશભરમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના પ્રચાર અને વિકાસ માટે રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને પુરા કરવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરી રહ્યો છે.

(10:15 am IST)