Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કેરલના ટ્રાન્સ કપલના ઘરે નવા મહેમાનનું આગમન: બાળકને આપ્યો જન્મ:દેશમાં પહેલીવાર બની ઘટના

કોઝિકોડમાં રહેનાર ટ્રાન્સ કપલ ઝિયા અને ઝહાદે સોશિયલ મીડિયા પર પ્રેગનેન્સીની તસવીરો શેર કરી હતી. : બાળકનો જન્મ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિઝેરિયન સેક્શનના માધ્યમથી થયો

કેરલમાં એક ટ્રાન્સ કપલે એક બાળકને જન્મ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે. હાલમાં કોઝિકોડમાં રહેનાર ટ્રાન્સ કપલ ઝિયા અને ઝહાદે સોશિયલ મીડિયા પર પ્રેગનેન્સીની તસવીરો શેર કરી હતી.

બુધવારએ બાળકનો જન્મ એક સરકારી હોસ્પિટલમાં થયો છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, ઝિયા પવલે જાણકારી આપી કે બાળકનો જન્મ સવારે સાડા નવ કલાકે સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિઝેરિયન સેક્શનના માધ્યમથી થયો છે. જિયાએ જણાવ્યું કે બાળક અને તેનો પાર્ટનર ઝહાદ બંને સ્વસ્થ છે.ડિલીવરી ઝહાદની થઈ છે. પરંતુ કપલે નવજાત શિશુની લૈંગિક ઓળખ જણાવવાનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું કે, હાલ તે જાહેર કરવા ઈચ્છતા નથી.
ઝિયાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા જાહેરાત કરી હતી કે ઝહાદ આઠ મહિનાથી પ્રેગનેન્ટ છે. જિયાએ એક ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું, 'અમે મા બનવાના મારા સપના અને પિતા બનવાના તેના સપનાને સાકાર કરવાના છીએ. આઠ મહિનાનું બાળક હવે (ઝહાદ) ના પેટમાં છે. અમને માહિતી મળી છે, તેના અુસાર આ ભારતની પ્રથમ ટ્રાન્સ પુરૂષની પ્રેગનેન્સી છે.'

  ઝિયા અને ઝહાદ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે, આ જાણકારી પણ પોસ્ટમાં આપવામાં આવી હતી. પરંતુ કપલ માર્ચમાં પોતાના બાળકની દુનિયામાં આવવાની આશા કરી રહ્યું હતું પરંતુ એક મહિના પહેલાં તેની ઈચ્છા પૂરી થઈ છે.

(12:42 am IST)