Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દેશની દવા બજાર દ્વારા સરકાર સામે યોજાનાર વિરોધ પ્રદર્શન - હલ્લાબોલ મોકૂફ

દવા બજારના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.એસ.શીંદે સહિતના હોદ્દેદારો ગઇકાલે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને મળ્‍યા : સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ દવા-બજારની : સમસ્‍યાઓ વહેલી તકે ઉકેલવાની ખાત્રી આપી હોવાનું જણાવતા રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા તથા રાજયના જોઇન્‍ટ સેક્રેટરી અનિમેષ દેસાઇ : દવાના ૧ર લાખ વેપારીઓને ઇ-ફાર્મસી, કોર્પોરેટ ચેઇન-સ્‍ટોર્સમાં વેચાતી ઓછા ભાવની દવાઓ, ડુપ્‍લીકેટ દવાઓ અને ડીસ્‍કાઉન્‍ટ વિગેરે બાબતો ખોટી રીતે કનડી રહી હોવાનો AIOCD ના હોદ્દેદારોનો સૂર

રાજકોટ, તા. ૯ : સમગ્ર દેશમાં અંદાજે બાર લાખ જેટલા દવાના વેપારીઓના (રીટેલર્સ-હોલસેલર્સ) સંગઠન ધ ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (AIOCD) દ્વારા ૧પ ફેબ્રુઆરી ર૦ર૩ બુધવારના રોજ સમગ્ર દેશમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન હલ્લાબોલનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે હાલ પુરતુ મોકૂફ રાખવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે.

રાજકોટ-સૌરાષ્‍ટ્રના હજારો દવાના વેપારીઓ સહિત સમગ્ર ભારતના ૧ર લાખ જેટલા વેપારીઓ અને અંદાજે ૪ કરોડ જેટલા વેપારીઓના કુટુંબીજનો અને આશ્રિતો ઉપર ઇ-ફાર્મસી (ઓનલાઇન વેચાણ), કોર્પોરેટર ચેઇન સ્‍ટોર્સમાં વેચાતી દવાઓ અને સરકાર માન્‍ય મેડીકલ સ્‍ટોર્સમાં વેચાતી દવાઓ એક જ સરખી અને એક જ કંપનીની હોવા છતાં બંનેમાં ભાવનો તફવાત, સંભવિત ડુપ્‍લીકેટ દવાઓ અને તેમાં મળતુ મોટુ ડિસ્‍કાઉન્‍ટ વિગેરે બાબતો ખુબ નકારાત્‍મક અસર કરતી હોવાનું AIOCD ના હોદ્દેદારોનું ᅠકહેવું છે. આ બાબતો સંદર્ભે સરકાર નક્કર પગલા લઇને કડક કાયદાઓ બનાવે અને દવાના તમામ વેપારીઓની આર્થિક સલામતી જળવાઇ રહે તે માટે ગલીએ દિલ્‍હી તક હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ સંદર્ભે આજરોજ AIOCD ના રાષ્‍ટ્રીય પ્રમુખ જે. એસ. શીંદે, શ્રી સંદિપ નાન્‍મીયા, શ્રી એ.એન. મોહન શ્રી જશવંતભાઇ પટેલ, શ્રી કમલ મેહરોત્રા સહિતના હોદ્દેદારો કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાને મળ્‍યા હતા. દવા બજારની ઉપરોકત વિવિધ સમસ્‍યાઓ સંદર્ભે ભારપૂર્વક રજુઆત કરીને ત્‍વરીત ઉકેલ લાવવા માંગણી કરી હતી.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયા (મંત્રીશ્રી સ્‍વાસ્‍થ્‍ય અને કુટુંબ કલ્‍યાણ, કેમીકલ અને ફર્ટીલાઇઝર) એ હકારાત્‍મક પ્રતિભાવ આપ્‍યો હતો અને દવાના વેપારીઓ પ્રત્‍યે સહાનુભૂતિ વ્‍યકત કરી હતી. દવાબજાર ઉકેલ લાવવાની ખાત્રી આપી હોવાનું અને તે માટે એક ખાસ કમિટીનું ગઠન કરવાનું નકકી કરાયું હોવાનું AIOCD ના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ સૌરાષ્‍ટ્ર કેમીસ્‍ટર એસો. તથા કેમીસ્‍ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા ગુજરાત કેમીસ્‍ટર ફેડરેશનના જોઇન્‍ટ સેક્રેટરી તથા કેમીસ્‍ટ એસો. રાજકોટના ઉપપ્રમુખ શ્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું હતું. નવા સંભવિત ડ્રગ એકટમાં પણ દવાબજારની ઉપરોકત સમસ્‍યાઓને ધ્‍યાનમાં લેવા કેન્‍દ્રના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ખાત્રી આપી હોવાનું જાણવા મળે છે.

મીટીંગમાં કુ. એસ. અર્પણા, (સેક્રેટરી ફાર્મા), શ્રી રાજેશ ભૂષણ (સેક્રેટરી હેલ્‍થ),ᅠᅠ (નેશનલ ફાર્માસ્‍ટયુટીકલ પ્રાઇસીંગ ઓથોરીટી) ના ચેરમેનશ્રી કમલેશ પંચ, NPPA ના સેક્રેટરી ડો. વિનોદ કોટવાલ, DCGI ના શ્રી વી.જી. સોમાની સહિતના સીનીયર ઓફીસર્સ પણ હાજર રહ્યાનું જે.એસ. શીંદે તથા રાજીવ સિંધલ (જનરલ સેક્રેટરી AIOCD) ની સહીથી બહાર પડેલ પરિપત્રમાં જણાવાયું છે.

(10:07 am IST)