Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વોટ્સએપની નવી શરતો - ગોપનીયતા નીતિને કારણે યુઝર્સ પરેશાન :ઘણાએ ડીલીટ કરી : કેટલાક વિકલ્પ શોધવા લાગ્યા

ભારતમાં ડેટા સસ્તો હોવાથી વોટ્સએપના એક્ટિવ યૂઝર્સની સંખ્યા પાછલા પાંચ વર્ષોમાં બેગણી વધી

નવી દિલ્હી : વોટ્સએપે હાલમાં જ પોતાની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે. જેમાં મુખ્ય રૂપે નવી બાબતો છે, તેમાં મહત્વપૂર્ણ તે છે કે, વોટ્સએપ યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરશે અને તે પોતાની મૂળ કંપની ફેસબુક સાથે આને શેર કરશે. પ્લેટફોર્મનો ઉપયોગ ચાલું રાખવા માટે યૂઝર્સને તે વાતોનો સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી 2021નો સમય આપવામાં આવ્યો છે. જો શરતો માનવામાં આવશે નહીં તો વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહીં.

અનેક ભારતીય યૂઝર્સ તે વાતને લઈને દુ:ખી છે અને કેટલાકે તો પ્લેટફોર્મને પોતાના ફોન ઉપરથી રિમોવ પણ કરી દીધો છે. સૂચેતા દલાલ એક સ્વતંત્ર લેખિકા છે અને તેમને એક ટ્વિટ દ્વારા ફોનમાંથી એપ હટાવવાનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે અને ફીડબેકમાં તે પણ કહ્યું હતુ કે, તેઓ નવી શરતોના કારણ વોટ્સએપને ડિલીટ કરે છે. સૂચેતા દલાલે મીડિયાને જણાવ્યું હતુ કે, “વોટ્સએપ આપણા બધાની આદત છે. દરેક ક્ષેત્રમાં આનો ઉપયોગ જરૂરી થઈ ગયો છે, તેથી આવો નિર્ણય સરળ ના કહેવાય. પરંતુ હવે વોટ્સએપે કોઈ પણ વિકલ્પ છોડ્યો નથી કે, આપણે આપણી ગોપનીયતા બનાવી રાખીએ. આ પરિવર્તન મારા માટે જરૂરી છે. હું ઈચ્છતી નથી કે મારા ડેટાનો ઉપયોગ કરવામાં આવે. તેથી હું આ પ્લેટફોર્મ છોડી રહી છું.”

   મીડિયાનામાના સંસ્થાપક અને ટેકનોલોજી એક્સપર્ટ નિખિલ પાહલા અનુસાર તેમના પાસે અનેક લોકોના મેસેજ આવી રહ્યાં છે, જે ડરેલા છે. કેટલાક લોકોનું માનવું છે કે, તેમના મેસેજ હવે એન્ક્રિપ્ટેડ રહેશે નહીં અથવા તેમના મેસેજ વાંચી શકશે અથવા લોકેશન જોઈને કોઈપણ તેમનો પીછો અથવા તેમના પર નજર રાખી શકશે

 . પાહવા કહે છે કે, “આ બધી ખોટી જાણકારી છે.” વોટ્સએપ ફેસબુક સાથે ડેટા ખુબ પહેલાથી જ શેર કરી રહ્યું છે. આ પોલિસીના શોરમાં સારી વાત તે છે કે, લકોકોને પોતાની પ્રાઈવેસીની ચિંતા થઈ રહી છે. આના પાછળનું એક કારણ તે છે કે, લોકો ફેસબુકને ડેટા સિક્યોરિટી માટે યોગ્ય માનતા નથી, પરંતુ અત્યાર સુધી વોટ્સએપ આ લેબલથી બચતું રહ્યું છે અને સિક્યોર માનવામાં આવી રહ્યું છે

 ગોકુલ શનમુગા સુંદરમ એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે અને નવી નીતિથી નારાજ છે. તેમને વોટ્સએપ મેસેજન્જરને ડિલીટ કરવાની જગ્યાએ ગૂગલ પ્લે પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે, “મને આ શરત મંજૂર નથી. અમારા ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે અને વોટ્સએપને આવું કરવું જોઈએ નહીં. અત્યાર સુધી વોટ્સએપ પર મારી ગોપનીયતા સિક્યોર હતી તેથી હું તેનો ઉપયોગ કરતો હતો. મારો ડેટા કોઈને પણ જવો જોઈએ નહીં અને આમાં હેકિંગનો ખતરો છે.”

  ટ્વિટર પર પણ લોકોએ વોટ્સએપની નવી જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે, અને સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી રહી છે. વોટ્સએપનું બહિષ્કાર કરવાની મુહિમ પણ ચાલી રહી છે. દુનિયાભરમાં વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ ભારતમાં જ થઈ રહ્યો છે. દર મહિને વોટ્સએપના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. કેટલાક લોકોનું તેવું પણ કહેવું છે કે, તેમને આ નવી નીતિથી કંઈ જ ફરક પડતો નથી કેમ કે, આજકાલ બધાના જીવન પર મોનિટરિંગ એક સામાન્ય વાત બની ગઈ છે અને હવે દરેક ડિવાઈસ અથવા એપમાં કોઈને કોઈ રીતે ડેટાનું મોનિટરિંગ થઈ રહ્યું હોય છે.

 ટેકનોલોજી એક્સપર્ટ નિખિલ પાહવા કહે છે, “ભારતમાં ડેટા ખુબ જ સસ્તો છે. આ માત્ર 21 રૂપિયા પ્રતિ ગીગાબાઈટ પર ઉપલબ્ધ છે. તેથી વોટ્સએપના એક્ટિવ યૂઝર્સની સંખ્યા પાછલા પાંચ વર્ષોમાં બેગણી વધારે થઈ ગઈ છે. જો હવે પ્રાઈવસીનો વિચાર કરીને 10 ટકા પણ લોકો વોટ્સએપ છોડી દેશે તો તેના બિઝનેસ પર કંઈ ખાસ અસર પડશે નહીં. પરંતુ મને લાગતુ નથી કે આવું થશે.”

બીજી તરફ સૂચેતા દલાલ નવા વિકલ્પો વિશે વિચારી રહ્યાં છે. તેઓ કહે છે, “હું સિગ્નલ, ટેલીગ્રામ, હાઈક વગેરે વિશે જાણકારી મેળવી રહી છૂ, ટૂંકમાં જ હું નવી એપને ડાઉનલોડ કરીશ.” ભારત વોટ્સએપ માટે સૌથી મોટું માર્કેટ છે. તેથી ભલે કેટલાક લોકોને વોટ્સએપની નવી નીતિ પસંદ ના આવે પરંતુ લાગે છે કે, વોટ્સએપની દુકાન બંધ થશે નહીં.

(10:33 pm IST)