Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જાકાર્તાથી ઉડાન ભરેલું વિમાન લાપતા:વિમાનમાં 56 યાત્રીઓ મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા

ઉડાન ભરવાના કેટલાક સમય બાદ જ વિમાનનો સંપર્ક તૂટી ગયો :એક મિનિટથી પણ ઓછા સમયમાં 10,000 ફૂટ ઉંચાઇ ગુમાવી દીધી

જકાર્તા : ઇન્ડોનેશિયાની એરલાઇન શ્રીવિજયા એરના એક વિમાનનો સંપર્ક તૂટી ગયો છે. આ વિમાનમાં 60 લોકો સવાર છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી ઉડાન ભરવાના કેટલાક સમય બાદ જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો

ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટ રડાર 24એ પોતાના ટ્વિટર પર જણાવ્યુ કે ફ્લાઇટ SJ182એ એક મિનિટથી પણ ઓછા સમયમાં 10,000 ફૂટ ઉંચાઇ ગુમાવી દીધી હતી

ફલાઇટ રડાર 24ને જણાવ્યુ કે જકાર્તાથી ઉડાન ભરવાની 4 મિનિટ બાદ વિમાને ઉંચાઇ ગુમાવી દીધી હતી. ટ્રેકિંગ ડેટામાં રજિસ્ટ્રેશન ડિટેલ અનુસાર, વિમાન 27 વર્ષ જૂનુ બોઇંગ 737-500 છે.

  એરલાઇન શ્રીવિજયા એરે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે વિમાન જકાર્તાથી પોંટિઅનકની 90 મિનિટની ઉડાન પર હતું. કંપનીએ જણાવ્યુ કે વિમાનમાં 56 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર હાજર છે.

 

  ઇન્ડોનેશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયની પ્રવક્તા અદિતા ઇરાવતીએ કહ્યુ, “બોઇંગ 737-500એ જકાર્તાથી આશરે 1:56 p.m. પર ઉડાન ભરી અને કંટ્રોલ ટાવરથી 2:40 p.m પર તેનો સંપર્ક તૂટી ગયો હતો.”

  ઇરાવતીએ કહ્યુ કે ગાયબ વિમાનની તપાસ ચાલુ છે અને નેશનલ સર્ચ એન્ડ રેસક્યૂ એજન્સી અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી કમિટી આ કામમાં લાગી છે.

(6:39 pm IST)