Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

દાગીનાની ખરીદી માટે કેવાયસીના નવા નિયમ નથી ઘડાયા : નાણાં મંત્રાલય

નવી દિલ્હી,તા. ૯: નાણાં મંત્રાલયનાં સૂત્રોએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે રૂપિયા બે લાખથી વધુના મૂલ્યના સોના, ચાંદીના દાગીના કે કીમતી રત્નોની રોકડેથી ખરીદી માટે જરૂરી નો યોર કસ્ટમર (કેવાયસી)ને લગતા કોઇ નવા નિયમ નથી ઘડાયા.મોટી રકમ (રૂપિયા બે લાખથી વધુના મૂલ્ય)ના દાગીના રોકડેથી ખરીદતી વખતે આવકવેરાનો પરમેનન્ટ અકાઉન્ટ નંબર કે બાયોમેટ્રિક આઇડી શ્નઆધારલૃજેવા દસ્તાવેજ આપવા જરૂરી છે.

નાણાં મંત્રાલયમાંના મહેસૂલ વિભાગે ૨૦૨૦ની ૨૮ ડિસેમ્બરના જાહેરનામા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દેશમાં રૂપિયા બે લાખથી વધુના મૂલ્યના સોના, ચાંદીના દાગીના કે કીમતી રત્નોની રોકડેથી ખરીદી કેવાયસી વિના કરવાની પરવાનગી નથી અને આ નિયમ ચાલુ રહેશે.

અગાઉ, ૨૮ ડિસેમ્બરના જાહેરનામામાં જણાવાયું હતું કે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્ત્િ। રોકવા માટેના ૨૦૦૨ના પીએમએલ એકટ હેઠળ બહાર પડાયેલા જાહેરનામા મુજબ સોના, ચાંદીના દાગીના કે કીમતી રત્નોની રોકડેથી ખરીદી રૂપિયા દસ લાખ કે તેનાથી વધુની હોય તો તેના માટે નો યોર કસ્ટમર (કેવાયસી)ના દસ્તાવેજ આપવા જરૂરી છે. આ જરૂરિયાત ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સના નિયમ મુજબની છે.

કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્ત્િ। રોકવા અને ત્રાસવાદીઓને મળતું ભંડોળ અટકાવવા માટે ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સની રચના કરાઇ હતી. ભારત ૨૦૧૦થી આ સંગઠનનું સભ્ય છે.નાણાં મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં રૂપિયા બે લાખથી વધુના મૂલ્યના સોના, ચાંદીના દાગીના કે કીમતી રત્નોની રોકડેથી ખરીદી માટે કેવાયસી જરૂરી હોવાથી આ જાહેરનામા સંદર્ભે કોઇ નવો નિયમ ઘડવાની જરૂર નથી.

(10:22 am IST)