Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

૭૦૦ કરોડના ખર્ચે

દેશનાં તમામ ૮૫૦૦ રેલ્વે-સ્ટેશનો પર મળશે હવે વાઇ-ફાઇની સુવિધા

નવી દિલ્હી તા.૮: ગ્રામીણ અને દૂરના વિસ્તારો સહિત દેશનાં તમામ ૮૫૦૦ રેલ્વે-સ્ટેશનોને અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વાઇ-ફાઇ સુવિધાથી સજ્જ કરવામાં આવશે. સરકારના મહત્વાકાંક્ષી ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપ રેલ્વેએ તાજેતરમાં ૨૧૬ મહત્વનાં રેલ્વે-સ્ટેશનો પર વાઇ-ફાઇની સેવા શરૂ કરતાં લગભગ ૭૦ લાખ જેટલા રેલ-પ્રવાસીઓ મફત ઇન્ટરનેટની સુવિધાનો લાભ મેળવી શકયા હતા. રેલ્વે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે 'આજે ઇન્ટરનેટની સુવિધા રોજિંદા જીવનની એક અનિવાર્ય જરૂરત બની ગઇ છે. આથી જ અમે દેશમાં બધાં જ સ્ટેશનો પર આ સુવિધા પૂરી પાડવા માગીએ છીએ.'

તાજેતરની મિટીંગમાં ઠરાવવામાં આવ્યા મુજબ ૧૨૦૦ સ્ટેશનો પર માત્ર રેલ્વેના મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવશે, જ્યારે બાકીનાં લગભગ ૭૩૦૦ સ્ટેશનો પર માત્ર રેલ્વેના મુસાફરોને જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારો સહિત દૂરના વિસ્તારોમાં ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ગ્રામીણ વિસ્તારોના ડિજિટલ મેકઓવરના ભાગરૂપે સ્થાનિક લોકોને વાઇ-ફાઇની સેવા પૂરી પાડવામાં આવશે.(૧.૭)

 

(1:25 pm IST)