Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવા કેટલી રકમ મળી :વિવિધ ક્ષેત્રની હસ્તીઓ ચડ્યા સવાલની ઝપટે: સ્વરાએ આપ્યો સંયમી જવાબ

આખું વિશ્વ સન્માન કરે છે એવા 70 વર્ષના કલાના જાણકાર અમોલ પાલેકર પણ આ સાવલથી બચી શક્યાં ન હતા :બોલિવૂડની કોઈ સેલિબ્રિટીએ ભાજપના કોઈપણ પાયાવિહોણા આરોપનો કોઈ જવાબ આપ્યો નથી

નવી દિલ્હી :રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અલગ અલગ પોતપોતાના ક્ષેત્રના બધા સ્ટાર્સ જોડાઈ રહ્યા છે તેથી ભાજપે દાવો કર્યો છે કે એક ટ્વીટ મળી જેનાં દ્વારા જાણવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લોકોને જોડાવા માટે મોટી રકમ ચૂકવી કહ્યાં છે. જેમનું આખું વિશ્વ સન્માન કરે છે એવા સિત્તેર વર્ષના કલાના જાણકાર અમોલ પાલેકર પણ આ સાવલથી બચી શક્યાં ન હતા.

ભાજપના આઇટી સેલ દ્વારા આ નિવેદનને કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે, કારણ કે તે વારંવાર કહેતાં હતાં કે ફિલ્મીના સ્ટાર્સને રાહુલ ગાંધીની આ યાત્રામાં જોડાવા માટે મોટી રકમ મળે છે, બીજી બાજુ IT સેલએ કહ્યું હતું કે ફિલ્મી સ્ટાર્સતો જુઠ્ઠા જ હોય છે. હકીકતમાં રિયા સેન, પૂજા ભટ્ટ, રિતેશ દેશમુખ અને આવી અન્ય સેલિબ્રિટીઝનો ઈન્ટરવ્યુ લીધો હતો. રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલા “લાઈક્સ” મળી હતી પરંતુ જ્યારે પાલેકર યાત્રામાં જોડાયા અને રાહુલનો હાથ પકડીને તેમની સાથે ચાલ્યા ત્યારે ભાજપ ગભરાઈ ગઇ હતી.

 બોલિવૂડની કોઈ સેલિબ્રિટીએ ભાજપના કોઈપણ પાયાવિહોણા આરોપનો કોઈ જવાબ આપ્યો નથી. એક ઇન્ટવ્યૂમાં સ્વરાને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા જેમ કે તે ભારત જોડો યાત્રામાં કેમ જોડાઈ, તેમની સાથે ચાલતી વખતે તેણે શું જોયું વગેરે. તેમને રાહુલ ગાંધી વિશે પણ પૂછવામાં આવ્યું હતું.? અને અંતે, સૌથી મહત્વનો પ્રશ્ન કર્યો હતો, કે ભાજપ કહે છે કે કોંગ્રેસ યાત્રામાં ભાગ લેવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સને મોટી રકમ ચૂકવી રહી છે.” સ્વરા ભાસ્કર, શું તમને તમારું પેમેન્ટ મળ્યું છે?” સ્વરાએ કહ્યું કે કોંગ્રેસના નેતા અને બીજી હસ્તીઓ અને જેઓ કોંગ્રેસી નથી તેવા લોકોએ પણ મને સ્નેહ, પ્રેમ અને સન્માન આપ્યું છે તેજ મારુ પેમેન્ટ છે

(1:08 am IST)