Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો

આ એપ્સ કથિત રીતે યુઝર્સના ડેટા અને અંગત માહિતી એકત્ર કરી અને તેને અનધિકૃત રીતે દેશની બહાર મોકલી રહી હતી.

નવી દિલ્હી :ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સ કથિત રીતે યુઝર્સના ડેટા અને અંગત માહિતી એકત્ર કરી રહી હતી અને તેને અનધિકૃત રીતે દેશની બહાર મોકલી રહી હતી. વાસ્તવમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રીએ સંસદમાં આ માહિતી આપી છે. આ પહેલા પણ 54 નવી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો

  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સંસદમાં માહિતી આપી હતી કે સરકારે અત્યાર સુધીમાં 348 એપ્સને કથિત રીતે યુઝર્સના ડેટા એકત્ર કરવા અને તેને અનધિકૃત રીતે દેશની બહારના સર્વર પર ટ્રાન્સમિટ કરવા માટે બ્લોક કરી દીધા છે. ચંદ્રશેખરે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. “ગૃહ મંત્રાલય (MHA) એ 348 મોબાઇલ એપ્લિકેશનની ઓળખ કરી હતી જે વપરાશકર્તાની માહિતી એકઠી કરી રહી હતી અને તેને પ્રોફાઇલિંગ માટે દેશની બહાર સ્થિત સર્વર પર અનધિકૃત રીતે ટ્રાન્સમિટ કરી રહી હતી,” તેમણે જણાવ્યું હતું.

(12:36 am IST)