Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કેસીઆરના પરિવારમાં તડા ? : પુત્રી-પુત્ર વચ્ચે સત્તાની સાઠમારી : દીકરીના સૂર બગાવતી બન્યા

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય પાર્ટી લોંચ કરી એ પ્રસંગે તેમનાં દીકરી કવિતાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય પાર્ટી લોંચ કરી એ પ્રસંગે તેમનાં દીકરી કવિતાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. કવિતા તેલંગાણા વિધાન પરિષદની સભ્ય છે.

સૂત્રોનો દાવો છે કે, કેસીઆર પોતાના દીકરા કેટી રામારાવને પોતાના રાજકીય વારસ તરીકે આગળ કરી રહ્યા છે તેથી કવિતા નારાજ છે. આ કારણે કવિતા કેસીઆર દ્વારા તેમના નિવાસસ્થાને રખાયેલી દશેરાની પૂજામાં પણ હાજર નહોતી રહી. તેના પગલે રાવે ફોન કરતાં કવિતાએ તેમની સાથે દસ મિનિટ વાત પણ કરી પણ પાર્ટી લોંચ કરાઈ એ પ્રસંગે તે નહોતી આવી. રાવનો પુત્ર કેટીઆર, ભત્રીજા હરીશ રાવ અને જે. સંતોષ રાવ સહિત પરિવારનાં તમામ લોકો હાજર હતાં.

રાવે બહુ પહેલાં જ કેટી રામારાવને પોતાનો રાજકીય વારસ જાહેર કરી દીધો છે. અલબત્ત મુખ્યમંત્રીપદે રાવ જ હોવાથી કવિતાને વાંધો નહોતો. હવે રાવ રાષ્ટ્રીય રાજકારણમાં જશે તેથી કેટીઆર જ મુખ્યમંત્રી બનશે એ નક્કી છે તેથી કવિતાના સૂર બગાવતી બન્યા છે. જો કે કેસીઆરનો પ્રભાવ જોતાં કવિતા ખુલ્લો બળવો કરે એવી શક્યતા ઓછી છે.

(1:16 am IST)