Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કાલથી સ્કોટલેન્ડમાં પબ અને રેસ્ટોરન્ટ બંધ

૨૫ ઓકટોબર સુધી પ્રતિબંધ : કોરોનાના કેસોમાં ઉછાળો આવતા લેવાયેલ નિર્ણય

નવી દિલ્હી,તા. ૮: કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો આવતા તેને રોકવાના પગલા તરીકે સેન્ટ્રલ સ્કોટલેન્ડમાં બધા પબ અને રેસ્ટોરન્ટો બંધ રાખવાના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ નવો નિયમ સેન્ટ્રલ બેલ્ટના ગલાસગો અને એડીન બર્ગ સહિતના વિસ્તારોમાં આવેલ લાયસન્સવાળા પબ અને રેસ્ટોરાને લાગુ પડશે.

જ્યારે સ્કોટલેન્ડના બાકીના વિસ્તારોમાં પબ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ છે.  પણ તેઓ ફકત બહારથી આલ્કોહોલ સર્વ કરી શકશે.

આ નવો નિયમ શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી ૨૫ ઓકટોબર સુધી અમલમાં રહેશે. જેનાથી ૩૪ લાખ લોકોને અસર થશે. આ નિયમ હેઠળ ગ્રેટર ગ્લાસગો, કલાઇડ, લાનાર્ક, શાયર, ફોર્થવેલી, લોથીઆન, આયર્શાયર અને અર્રાન આરોગ્ય બોર્ડના વિસ્તારના લોકોને લાગુ થશે.

(2:58 pm IST)