Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શેર બજારના સમાચારોમાં ઓથોરિટી ગણાતા અનિલ સિંઘવી આવતીકાલે સંભવત: રાજકોટ આવી રહ્યા છે

ઝી બિઝનેસ ન્યૂઝ ચેનલના મેનેજિંગ તંત્રી અને શેર બજારના સમાચારનો ટીવી ચેનલ ઉપરનો ખ્યાતનામ ચહેરો શ્રી અનિલ સિંઘવી આવતીકાલે રાજકોટ આવી રહ્યાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. તેઑ દેશની સારી સારી ફંડામેન્ટલ કંપની અંગે, શેર અંગે ભલામણ પણ કરતા હોય છે. ડિજિટલ મીડિયામાં તેમના હજારો ફોલોઅર્સ છે.. જોકે રાજકોટ પંથકના ઝી ન્યૂઝના સત્તાવાર વર્તુળો આવી કોઈ માહિતી હોવાનો ઇનકાર કરે છે. શ્રી સિંઘવીનો ફોન ઉપર સંપર્ક સાધવા પ્રયાસ કરતા સંપર્ક થઈ શક્યો નથી.

ઝી બિઝનેસનાં મેનેજીંગ તંત્રી તેમજ શેરબજાર સમાચારનો ખ્યાતનામ ચહેરો
અનિલભાઈ સિંઘવી આજે બનશે રાજકોટનાં મહેમાન

બે દાયકાથી હિન્દી ભાષામાં શેરબજાર અને બિઝનેસ સમાચારોનું પર્યાય એટલે અનિલ સિંઘવી.

અનિલભાઈ જેઓ ઝી બિઝનેસ જૂથ સાથે હાલમાં સંકળાયેલા છે તેઓ ઝી બિઝનેસ ન્યુઝ ચેનલનાં મેનેજીંગ તંત્રી છે.

શેરબજારને લઈને તેમનું આંકલન અને તેમના દ્વારા આપવામાં આવતી શેરબજાર સંદર્ભેની માહિતી ઘણી સચોટ અને રોકાણકારો માટે ફાયદાકારક સાબિત રહી છે.

એવા અનિલભાઈ સિંઘવી આજે રાજકોટ ખાતે એક શેરબજારમાં રોકાણકારો માટે યોજાયેલા એક સંભારંભમાં હાજરી આપીને હાજર સહુ કોઈને માર્ગદર્શન આપશે.

અનિલભાઈ સિંઘવી જેઓ ચાર્ટર્ડ એકાઉંટંટ છે અને શેરબજાર તેમજ બિઝનેસ ન્યુઝ સાથે સંકળાયેલા છે તેઓ ઝી બિઝનેસ પહેલા સીએનબીસી આવાઝ સાથે સનકળાયેલા હતા અને તેમને શેરબજાર તેમજ રોકાણકારોને યાદગાર ઘણા એવા શો એન્કર કર્યા છે તેમજ આવા માર્ગદર્શક કાર્યક્રમો પણ જે તે ચેનલનાં નેજા હેઠળ યોજ્યા છે અને સમગ્ર ભારતમાં શેરબજારને લાગતું માર્ગદર્શન રોકાણકારોને આપવા હર-હંમેશ તત્પર રહે છે.  

આ ઉપરાંત અનિલભાઈએ વ્યાપાર વાણિજય જગત સાથે તેમજ સરકારી મંત્રીઓ અને બ્યરોક્રેટ્સનાં અસંખ્ય ઈન્ટરવ્યૂ લીધેલા છે જે વિડિયોઝની લિંક યુટ્યુબ પર ઢગલામોંઢે ઉપલબ્ધ છે.

(10:56 pm IST)