Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભારત પર મેડલવર્ષા : લક્ષ્ય સેને બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો

ફાઇનલમાં મલેશિયાના આંગ જે યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો

કોમન વેલ્થ ગેમ્સમાં લક્ષ્ય સેને બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના આંગ જે યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો હતો. આ સાથે તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 20મો ગોલ્ડ મેડલ છે. આ સાથે જ આજે ભારતે બેડમિન્ટનમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે

(9:38 pm IST)