Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનો 'નગ્ન' ફોટો દર્શાવતા મેગેઝીનની નકલો જપ્ત કરવા કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : મેગેઝીનની વેબસાઈટ પણ બ્લોક કરવા અરજ : આવા અશ્લીલ ફોટાઓ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 294 હેઠળ ગુનો હોવાની રજુઆત

કોલકત્તા : 23 જુલાઈના રોજ પ્રકાશિત થયેલા પેપર મેગેઝીનના કવર પેજ ઉપર રણવીર સિંહનો 'નગ્ન' ફોટો દર્શાવાયો છે : આવા અશ્લીલ ફોટાઓ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 294 હેઠળ ગુનો હોવાની રજુઆત સાથે કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.સાથોસાથ મેગેઝીનની વેબસાઈટ પણ બ્લોક કરવા અરજ ગુજારાઇ છે.

 કલકત્તા હાઈકોર્ટ સમક્ષ એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ બંગાળ રાજ્યના સત્તાવાળાઓને 23મી જુલાઈના રોજ પ્રકાશિત પેપર મેગેઝિન નામના સામયિકની તમામ મુદ્રિત નકલો જપ્ત કરવા માટે નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી છે. જેમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહનો 'નગ્ન' ફોટો કવર ઇમેજ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે જ અરજીમાં તેની વેબસાઈટ બ્લોક કરવાની પણ માંગ કરવામાં આવી છે.

નાઝિયા ઇલાહી ખાને અરજી દાખલ કરી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેગેઝિનના કવર પેજ પર સિંઘની છબી મોટા પ્રમાણમાં લોકોના અભિપ્રાય મુજબ અશ્લીલ છે. પિટિશનમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં મેગેઝિનની વેબસાઈટને બ્લોક કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે રણવીર સિંહ પહેલાથી જ મહારાષ્ટ્રમાં વિવિધ સોશિયલ મીડિયા પોર્ટલ પર તેના 'નગ્ન' ફોટોશૂટની તસવીરો પોસ્ટ અને પ્રકાશિત કરવા બદલ FIRનો સામનો કરી રહ્યો છે. એફઆઈઆર ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 292, 293 અને 509 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 67A હેઠળ નોંધવામાં આવી છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)