Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

માયાનગરી મુંબઇમાં હિરોઇન બનવાના સપનામાં યુવતિઓ અંગ પ્રદર્શન કરી બોલ્‍ડનેસની હદ વટાવી પડદા પર છવાઇ જવા પ્રયાસ

સની લિયોન, પુનમ પાંડે અને સોનાલી રાઉતે તમામ હદ વટાવી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં પ્રવેશ કર્યાના ઉદાહરણ

મુંબઇઃ હિરો અને હિરોઇન બનવા માટે યુવક-યુવતિઓ તમામ હદ વટાવી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં પ્રવેશ મેળવે છે. ઘણી યુવતિઓ હિરોઇન બનવા માટે અંગ પ્રદર્શનની તમામ હદો વટાવી પડદા પર છવાઇ જવાનો પ્રયત્‍ન કરે છે. સોનાલી રાઉત, સુરવીન ચાવલા, કેટરીના કૈફ, ઇશા ગુપ્‍તા, શર્લિન ચોપડા અને પાઓલી ડેમ આના ઉદાહરણો છે.

માયાનગરી મુંબઈમાં હીરો-હીરોઈન બનવાના સપના લઈને રોજ ઢગલાબંધ લોકો આવે છે. પણ દરેકના આ સપના પુરા થાય એવું શક્ય નથી. ત્યારે બોલીવુડમાં સ્થાન મેળવવા અને પછી ટકી રહેવા માટે ઘણાં હીરો-હીરોઈનો સ્ક્રિન પર સ્કીન બતાવવામાં વાંધો નથી હોતો. સની લિયોનીથી લઈ પૂનમ પાંડે સહિત બૉલીવૂડ ઈન્ડસ્ટ્રીની આ એકટ્રેસએ ડેબ્યુ ફિલ્મમાં બોલ્ડનેસની તમામ હદ વટાવી હતી. બૉલીવૂડની ફિલ્મોમાં આવવા માટે એક્ટરો ઘણી મહેનત કરતા હોય છે. કેટલીક વખતે સ્ક્રિપટની ડિમાન્ડ મુજબ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં બોલ્ડ સીન્સ પણ આપવા પડે છે. તેવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એ હસીનાઓ વિશે જેમણે ડેબ્યુ ફિલ્મોમાં બોલ્ડનેશનની તમામ હદ પાર કરી હતી.

સોનાલી રાઉત-

બિગ બોસમાં દેખાનારી સોનાલી રાઉતે બોલીવૂડ ફિલ્મ એક્સપોઝથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મમાં સોનાલી બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

સુરવીન ચાવલા-

પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ સુરવીન ચાવલા પણ કેટલીક ફિલ્મોમાં બોલ્ડ અવતારમાં જોવા મળી છે. ત્યારે, તેના ફેન્સ સુરવીનને મોટા પડદા પર બોલ્ડ અવતારમાં જોવા માગે છે.

સની લિયોની-

સની લિયોનીએ ઘણી ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ કર્યા છે. એક્ટ્રેસ સૌથી પહેલાં જિસ્મ 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સનીએ બોલ્ડનેસની તમામ હદો વટાવી હતી.

શર્લિન ચોપડા-

શર્લિન ચોપડાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં શર્લિન ચોપડા ખુબ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

પૂનમ પાંડે-

પૂનમ પાંડે આજે પણ ફેન્સમાં પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. પૂનમે નશા ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવી હતી.

પાઓલી ડેમ-

પાઓલી ડેમે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2004માં કરી હતી. પાઓલીની પહેલી ફિલ્મ અગ્નિપરીક્ષા હતી.

રીમા લાંબા-

રીમા લાંબાએ ફિલ્મ જિના સિર્ફ મેરે લિએથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં એક્ટ્રેસ એક નાનકડો રોલ કર્યો હતો. એક્ટ્રેસની અદાઓના ફેન્સ આજે પણ કાયલ છે.

કેટરીના કેફ-

કેટરીના કેફનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. કેટરીનાએ ફિલ્મ બૂમથી પોતાની બોલ્ડનેસથી સૌ કોઈને દિવાના કર્યા હતા.

ઈશા ગુપ્તા-

ઈશા ગુપ્તાએ જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં ઈશાના ઘણા બધા બોલ્ડ સીન્સ હતા.

(6:10 pm IST)