Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

PFની વેબસાઈટ પર મોટો સાઈબર અટેકઃ ૨૮ કરોડ લોકોની ખાનગી માહિતી હેક

PFની વેબસાઈટની આ હેકિંગ આ મહિનાની શરૂઆતમાં થઈ છેઃ યૂક્રેનના એક સાઇબર સિકયોરિટી રિસર્ચર Bob Diachenkoએ આપી છે

નવી દિલ્‍હી, તા.૮: પ્રૉવિડેન્‍ટ ફન્‍ડ (PF)ના ૨૮ કરોડથી વધારે અકાઉન્‍ટ હોલ્‍ડરની માહિતી લીક થઈ ગઈ છે. રિપૉર્ટ પ્રમાણે PFની વેબસાઈટની આ હેકિંગ આ મહિનાની શરૂઆતમાં થઈ છે. યૂક્રેનના એક સાઇબર સિકયોરિટી રિસર્ચર Bob Diachenkoએ આપી છે.

બૉબે એક ઑગસ્‍ટ ૨૦૨૨ને એક લિંકડિન પોસ્‍ટ દ્વારા આ હૅકિંગ વિશે માહિતી આપી છે. આ ડેટા લીકમાં UAN નંબર, નામ, વૈવાહિક સ્‍થિતિ, આધાર કાર્ડની બધી ડિટેલ, લિંગ અને બેન્‍ક અકાઉન્‍ટની સંપૂર્ણ માહિતી સામેલ છે. Diachenko પ્રમાણે બે અલગ-અલગ આઇપી એડ્રેસ દ્વારા આ ડેટા લીક થયો છે. આ બન્ને આઇપી Microsoft`s Azure cloud સાથે લિંક હતા.

પહેલા આઇપી દ્વારા ૨૮૦૪૭૨૯૪૧ અને બીજા આઇપી દ્વારા ૮૩૯૦૫૨૪ ડેટા લીક થવાના સમાચાર છે. હજી સુધી તે હેકરની ઓળખ થઈ નથીી જેના પછી આ ડેટા પહોંચ્‍યો છે. આ સિવાય અત્‍યાર સુધી DNS સર્વરની માહિતી મળી નથી.

અત્‍યાર સુધી આ વાતની માહિતી પણ મળી શકી નથી. ૨૮ કરોડ યૂઝર્સનો ડેટા કયારથી ઑનલાઈન અવેલેબલ છે. આ ડેટાનો ઉપયોગ કોઈ હેકર ખોટી રીતે પણ કરી શકે છે. લીક થયેલી માહિતીના આધારે લોકોના ડુપ્‍લિકેટ પ્રોફાઇલ પણ બનાવી શકાય છે.

Bob Diachenkંએ આ ડેટા લીકની માહિતી ઇન્‍ડિયન કૉમ્‍પ્‍યૂટર ઇમરજન્‍સી રિસ્‍પૉન્‍સ ટીમ (CERT-IN)ને પણ આપી છે. રિપૉર્ટ મળ્‍યા પછી CERT-INએ રિસર્ચરને ઇ-મેલ દ્વારા અપડેટ આપી છે. CERT-INએ કહ્યું કે બન્ને આઇપી એડ્રેસને ૧૨ કલાકમાં બ્‍લૉક કરી દેવામાં આવ્‍યા છે. આ હેકિંગની જવાબદારી હજી સુધી કોઈપણ એજન્‍સી કે હેકરે લીધી નથી.

(4:35 pm IST)