Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

યુપીમાં તહેવારો દરમિયાન આતંકી ષડયંત્રની શંકાઃ પોલીસ હાઇએલર્ટ

લખનૌ તા. ૮: દેશની સાથે યુપીમાં કોઇ મોટા આયોજન દરમિયાન મોટો ખતરો સુરક્ષાને લઇને હોય છે. દેશની સ્‍વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત અમૃત મહોત્‍સવ મનાવવાની તૈયારી કરાઇ છે. ત્‍યારે મોહરમને લઇને યુપી પોલીસ પહેલા જ સતર્ક છે. ખાસ કરીને સંવેદનશીલ જીલ્લાઓમાં સુરક્ષા માટે માસ્‍ટર પ્‍લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત કાનપુર પોલીસના તમામ ઉચ્‍ચ અધિકારીઓ અને પોલીસ સ્‍ટેશન ઇન્‍ચાર્જની બેઠક પોલીસ વડા જોગદગ્‍ડે કરી હતી. જેમાં ઇન્‍ચાર્જોને પોતાના વિસ્‍તારમાં કયુઆરટી ટીમ બનાવવાના નિર્દેશ આપેલ. ઉપરાંત ડ્રોન અને અગાશીઓ ઉપરથી સુરક્ષાની દ્રષ્‍ટીએ નજર રાખવા પણ જણાવાયું છે.

 

(4:34 pm IST)