Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૫

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

નિર્ભયતા

‘‘તમારી મંઝીલ સુધી પહોંચવા માટે ખૂબજ હીમત અને નીર્ભયતાની જરૂર છે નીર્ભયતા સૌથી મોટો ધાર્મિક ગુણ છે.''

જે લોકો ભયથી ભરેલા છે તેઓ અજ્ઞાતને પામી નથી સકતા જે જાણીતું  છે તે તમને આરામ અને સુરક્ષા આપે છે. તમને ખબર છે કે પરિસ્‍થિતી સાથે કઇ રીતે વર્તવું.

જે ક્ષણે તમે અજ્ઞાતમાં પ્રવેશ કરો છો ભય, ઉત્‍પન્‍ન થાય છે. કારણ કે હવ ેતમે અજાણ છો, હવે તમે જાણતા નથી કે શુ કરવુ હવે તમે પોતાની જાત માટે ચોકકસ નથી, હવે ભૂલો થઇ શકે છે. આ ભયને લીધે જ તમે જાણીતાની બહાર જઇ શકતા નથી અને તમે મૃત થઇ જાવ છો.

જીવન ખતરનાક રીતે જ જીવી શકાય છે. બીજો કોઇ રસ્‍તો નથી તેને જીવવાનો ખતરાથી જ જીવનમાં પરીપકવતા અને વિકાસ થાય છે. વ્‍યકિતએ સાહસી બનવુ જ જોઇએ હમેશા અજ્ઞાત માટે જોખમ લેવા તૈયાર રહેવુ જ જોઇએ ખોજીઓ આ જ પ્રકારના હોય છે. એકવાર વ્‍યકિત સ્‍વતંત્રતા અને નીર્ભયતાનો સ્‍વાદ માણી લે છે, તેને કયારેય અફસોસ થતો નથી આ તીવ્રતાની એક ક્ષણ પણ આખુ જીવન સરેરાશ કક્ષાનું જીવવા કરતા વધારે સંતોષકારક છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:15 am IST)