Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમેરિકી જહાજ સમારકામ માટે ભારત આવ્‍યુ છે

ઇતીહાસ રચાયો

ચેન્નાઈ, તા.૮: ભારત અને અમેરિકા વચ્‍ચે વ્‍યૂહાત્‍મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો છે. અમેરિકી નૌકાદળનું જહાજ ÒUSNS ચાર્લ્‍સ ડૂ ' સમારકામ માટે ભારત આવ્‍યું છે. અમેરિકન નૌકાદળનું કોઈ જહાજ સમારકામ સેવા કરાવવા માટે ભારત આવે એવું ઈતિહાસમાં પહેલી જ વાર બન્‍યું છે. આ જહાજ ચેન્નાઈના કટ્ટુપલ્લી શિપયાર્ડ ખાતે આજે આવી પહોંચ્‍યું છે.

યૂએસ નેવીએ તેના આ જહાજના સમારકામ માટેનો કોન્‍ટ્રાક્‍ટ લાર્સન એન્‍ડ ટુબ્રો (L&T) કંપનીના જહાજવાડા (ગોદી)ને આપ્‍યો છે. અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક જહાજ સમારકામ માર્કેટમાં ભારતીય શિપયાર્ડની ક્ષમતાનું દ્યોતક છે. આ જહાજ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં ૧૧ દિવસ સુધી રહેશે. ભારતમાં છ મોટા જહાજવાડા છે, જેમનું કુલ ટર્નઓવર આશરે બે અબજ ડોલર થાય છે. આ શિપયાર્ડ ભારત માટે અત્‍યાધુનિક જહાજો બનાવે છે અને દેશ-વિદેશના જહાજોને રીપેર પણ કરે છે.

(10:12 am IST)