Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

યુક્રેન-રશિયા યુધ્ધ વચ્ચે ઉત્તર કોરિયાનો ધડાકો : રશિયાને એક લાખ સૈનિકો આપશે

રશિયાએ 1 લાખ સૈનિકોના બદલામાં ઉત્તર કોરિયાને ક્રૂડ આઇલ અને ઘઉં આપવાનું કહ્યું : સૈનિકોને લુહાંસ્ક અને દોનેસ્કમાં ગોઠવવામાં આવશે

નવી દિલ્લી તા.07 : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકાવાનું નામ નથી લેતું. લાગી રહ્યું છે કે, રશિયા યુક્રેનને સમગ્ર પણે તબાહ કરીને જ છોડશે. યુક્રેન રશિયા સૈનિકોનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે, પણ હાર નથી માનતું. આ તમામની વચ્ચે રશિયા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પાસે સૈનિકો માંગી રહ્યું છે. રશિયાએ 1 લાખ સૈનિકોના બદલામાં ઉત્તર કોરિયાને ક્રૂડ આઇલ અને ઘઉં આપવાનું કહ્યું છે. બીજી તરફ, ઉત્તર કોરિયા પણ રશિયાને 1 લાખ સૈનિકો આપવા તૈયાર થયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયાએ ડિપ્લોમેટની ચેનલ થકી સ્પષ્ટ કર્યું કે એ યુદ્ધના નુકસાનની ભરપાઈ કરવા રશિયાને સાથ આપશે. આ સાથે ઉત્તર કોરિયા રશિયાના પક્ષમાં સંતુલન બનાવી રાખવાના પ્રયાસમાં એક લાખ સૈનિકોને રશિયાને આપવા તૈયાર છે. આ સૈનિકોને લુહાંસ્ક અને દોનેસ્કમાં રશિયા સમર્થિત અલગાવવાદી સેનામાં ગોઠવવામાં આવશે. આ પ્રાંતને તાજેતરમાં જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સૈનિકોના બદલામાં ઉત્તર કોરિયાને ક્રૂડ ઓઇલ અને અનાજનો પુરવઠો અપાશે. કેમકે કિમ જોંગ ઉનના રાજમાં ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ થઈ ગઈ છે. રશિયાના એક કર્નલ ઇગોર કોરોટચેંકોએ રશિયાની સ્ટેટ ટલીવિઝન પર કહ્યું કે, અમારે કિંમ જોંગ ઉન દ્વારા અમારા માટે આગળ કરેલા હાથને મિલાવવામાં કોઇ સંકોચ કરવો જોઈએ નહીં.

(9:17 pm IST)