Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજ્યોને પૂરો પાડવામાં આવતો ઓક્સિજનનો પુરવઠો હોસ્પિટલો સુધી પહોંચે છે કે કેમ ? : ઓડિટ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : ડોક્ટરો ઉપર અવિશ્વાસ નથી તેવી સ્પષ્ટતા કરી : જવાબદારી નક્કી કરવાની સાથે પારદર્શક વહીવટનો હેતુ

ન્યુદિલ્હી : રાજ્યોને પૂરો પાડવામાં આવતો ઓક્સિજનનો પુરવઠો હોસ્પિટલો સુધી પહોંચે છે કે કેમ ? તે અંગે ઓડિટ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. અલબત્ત આ માટે ડોક્ટરો ઉપર  કોઈ અવિશ્વાસ નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ ઓક્સિજન સપ્લાય સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્યમાં પહોંચે છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે દરેક રાજ્ય માટે પેટા સમિતિઓની રચના કરવા માટે  12 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સને આદેશ આપ્યો છે.

જો કે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમ.આર. શાહની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કેઓડિટનો  હેતુ તેમના દર્દીઓની સારવાર કરતી વખતે ડોકટરો દ્વારા સદ્ભાવનાથી લેવામાં આવતા નિર્ણયોની તપાસ કરવાનો નથી. પરંતુ તેના બદલે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશને ઉપલબ્ધ ઓક્સિજન પુરવઠાના યોગ્ય વિતરણ માટે જવાબદારીના કેટલાક પગલાં લેવાનો તથા  ખાતરી કરવાનો તેમજ પારદર્શક વહીવટનો  હેતુ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)