Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

CBSE ૧૦-૧૨ના કેટલાક પેપર માટે નવી તારીખ જાહેર

અગાઉ જાહેર કરેલા પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર : પરીક્ષાને લઈને સીબીએસઈબોર્ડ દ્વારા નવું નોટિફિકેશન

નવી દિલ્હી, તા. : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા અગાઉ જાહેર કરાયેલા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. નવા ફેરફાર મુજબ ૧૩ મેથી ૧૫ મે દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાશે નહીં. સીબીએસઈએ ધોરણ ૧૦ અને ૧૨ના કેટલાક પેપરો માટે નવી તારીખો જાહેર કરી છે.

સીબીએસઈ બોર્ડે ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે જે અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને અંગેની સૂચના બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ- www.‚ eƒeyu‚ E.gov.in પર પણ મૂકવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મેથી ૧૦ જૂન વચ્ચે યોજાવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ ૧૦ના સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અહીં આપેલી લિંક પર ક્લિક કરીને પણ નવું ટાઈમટેબલ જાણી શકે છે. પેપરનો સમય પણ બદલાયેલા ટાઈમટેબલમાં આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સવારે ૧૦થી ૧૦.૧૫ની વચ્ચે ઉત્તરવહી આપી દેવામાં આવશે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષા જૂને લેવાશે અને વિજ્ઞાનની પરીક્ષા ૨૧મી મેએ લેવાશે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ફિઝિક્સની પરીક્ષા અગાઉ ૧૩ મેએ યોજાવાની હતી અને હવે જૂને લેવાશે. ગણિતની પરીક્ષા ૩૧મી મેએ યોજાશે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પરીક્ષાનું નવું ટાઈમટેબલ જોઈ શકે છે.

ધોરણ ૧૨ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઈતિહાસના પેપરની તારીખ પણ બદલાઈને ૧૦ જૂન થઈ છે.

પરીક્ષાનું આયોજન કોરોનાકાળમાં થઈ રહ્યું છે ત્યારે કોવિડ પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષામાં ફેસ માસ્ક પહેરવું પણ ફરજિયાત રહેશે તો સાથે સેનેટાઈઝર પણ રાખવું પડશે. ઉપરાંત એક્ઝામ સેન્ટરમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત રહેશે.

(8:13 pm IST)