Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શિપ્રા નદીમાં ધડાકા સાથે પાણી ૧૦ ફુટ ઉંચે ઉછળ્યુ

આગના લબકારા પણ થયા : ઉજૈન કલેકટર દ્વારા તપાસના આદેશો

ઉજૈન તા. ૮ : અહીંની શિપ્રા નદીમાં સ્ટાપડેમ નજીક ઘડાકા સાથે ૧૦ ફુટ ઉંચે સુધી પાણી ઉછળતા અને આગના લબકારા નિકળતા લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. ભુગર્ભમાં થઇ રહેલ હલચલથી આવુ થયાનું હાલ તારણ કઢાયુ છે. ઉજૈન કલેકટર આશીષસિંહે આ બાબતની તપાસના આદેશો કર્યા છે. જીયોલોજીકલ ડીપાર્ટમેન્ટની ટીમ સ્થળ પર પહોંચી ચુકી છે. આ સ્થળે ફરજ બજાવતા બે કર્મચારીઓએ સમગ્ર ઘટના નરી આંખે નિહાળી હતી. આ પહેલા ૨૬ ફેબ્રુઆરીએ પણ આસપાસના લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ત્યાર પછી નાના મોટા અવાજો સંભળાતા રહ્યાનું લોકો કહે છે.

(3:08 pm IST)
  • મુંબઈ શહેરમાં આજે કોરોના ઇન્ફેક્શનના નવા 1,008 કેસ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક ચિંતાના સમાચાર ધારાવી તરફથી આવી રહ્યા છે : આજે ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે : છેલ્લે 23 ઓક્ટોબર, 2020 ના રોજ ચાર મહિના પહેલા આ વિસ્તારમાં 18 કેસ નોંધાયા હતા.(ન્યૂઝફર્સ્ટ) access_time 10:27 pm IST

  • તામિલનાડુના કોઇમ્બતુરમાં એક બસ કન્ડકટર બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને મફતમાં રોપાઓ વહેંચે છે. તેનું કહેવું છે કે હું ૩૪ વર્ષથી આ કામ કરૂ છું. અને મારા પગારની ૪૦ ટકા રકમ આ છોડવાઓ પાછળ વાપરૂ છું કેમ કે તે મારો પરિવાર છે. access_time 3:00 pm IST

  • કેન્દ્ર સરકારે દેશની ૪૪ કંપનીઓને ડિફેન્સ ક્ષેત્રમાં એફડીઆઈની મંજૂરી આપી: આ કંપનીઓ સીધું વિદેશી રોકાણ સ્વીકારી શકશે: એફડીઆઈ અંતર્ગત કંપનીઓને ૪૧૯૧ કરોડ રૂપિયા મળે તેવી શક્યતા: આ રકમ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ખર્ચાશે: રોકાણમાંથી એરક્રાફ્ટ, ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમ વગેરેનું દેશમાં જ નિર્માણ થઈ શકશે access_time 1:07 am IST