Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

દેવગૌડા પછી હવે ફારૂક અબ્‍દુલ્લાને આવ્‍યો ફેક કોલ

મમતા બેનર્જી માટે કામ કરવાના ૫૦ લાખની ઓફર

નવી દિલ્‍હીઃ જમ્‍મુ-કાશ્‍મીરના ભૂતપૂર્વ મુખ્‍ય પ્રધાન અને નેશનલ કોન્‍ફરન્‍સના નેતા ફારૂક અબ્‍દુલ્લાનું કહેવુ છે કે થોડા દિવસ પહેલા તેમને એક ફેક કોલ આવ્‍યો હતો. કોલ કરનારે પોતાને ઝારખંડના મુખ્‍યમંત્રી ગણાવ્‍યા હતા. તેમણે વધુમાં કહ્યું કે કોલ કરનાર વ્‍યકિતએ મને કોલકતામાં મમતા બેનર્જી માટે કામ કરવા કહ્યું હતું અને તેના બદલામાં ૫૦ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી.

ફારૂક અબ્‍દુલ્લાએ કહ્યુ કે ત્‍યાર પછી મેં ઝામુમો સાંસદને ફોન કર્યો હતો જેણે મને જણાવ્‍યુ કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને પણ આ પ્રકારના ફોન આવ્‍યા હતા. અબ્‍દુલ્લાએ કહ્યું કે તેઓ અમારા દ્વારા એક બીજા વિરૂદ્ધ ખાડા ખોદ્‌વા કોઈપણ સાધનનો ઉપયોગ કરશે.

(1:32 pm IST)