Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ટીએમસીએ કહ્યું -મિથુન ચક્રવર્તી ઇડીના ડરથી ભાજપમાં જોડાયા: નક્સલી પણ ગણાવી દીધા

તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બન્યા હતા ભાજપે તેને ઈડીનો ડર બતાવ્યો અને તેમને રાજ્યસભા પદ છોડી દીધુ હવે ભાજપમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ તરફથી એક બીજા પર આકરા પ્રહારો તેજ થઈ રહ્યા છે. ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે નક્સલી ગણાવ્યા. ટીએમસીએ કહ્યું કે મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે

મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવા પર તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોગત રોયે કહ્યું કે મિથુન પહેલા સ્ટાર હતા પરંતુ હવે નથી. તે મૂળ રુપથી નક્સલી હતા. તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બની ગયા. ભાજપે તેમને ઈડીનો ડર બતાવ્યો અને તેમને રાજ્યસભા પદ છોડી દીધુ. હવે ભાજપમાં સામેલ થયા છે. સોગતે કહ્યું કે તેમની કોઈ વિશ્વસનીયતા નથી. અને ન લોકોની વચ્ચે તેમનો કોઈ પ્રભાવ છે

ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે. મિથુન ચક્રવર્તી પણ એ જ કરી રહ્યા છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છેય ઘોષે કહ્યું કેમ જેમ ચક્રવર્તીએ કહ્યું છે કે તે લોકો માટે કામ કરવા ઈચ્છે છે. તેમણે ઈંઘણના ભાવ વધારા વિશે કંઈક કહેવું જોઈએ.

 

સીપીઆઈના વરિષ્ઠ નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું કે લોકો ચક્રવર્તી જેવા દળ બદલુઓ પર ક્યારેય ભરોસો નહીં કરે અને તેમના ભાજપમાં સામેલ થવા પર ચૂંટણીઓ પર કોઈ અસર નહીં પડે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રહી ચૂકેલા અભિનેતા સારદા પોંજી ઘોટાલામાં નામ આવ્યા બાદ 2016માં સંસદના ઉચ્ચ સદનનું પદ છોડી દીધુ હતુ. જો કે તેમણે સ્વાસ્થ્ય સારુ ન હોવાની વાત કરી હતી.

(1:22 pm IST)