Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

' હર હર ભોલે ' : અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા સર્વમંગલ શ્રી શનિશ્વરા મંદિરમાં 11 માર્ચ ગુરુવારના રોજ મહા શિવરાત્રી ઉત્સવ : સાંજે 6-30 કલાકે પ્રથમ પૂજા ,રાત્રે 9 કલાકે દ્વિતીય ,રાત્રે 12 કલાકે તૃતીય તથા વહેલી સવારે 3 વાગ્યે ચતુર્થ પૂજા દરમિયાન રુદ્ર અભિષેક ,આરતી ,સહીત વિવિધ દર્શનનો લ્હાવો


દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુયોર્ક : ' હર  હર ભોલે '.અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા સર્વમંગલ શ્રી શનિશ્વરા મંદિરમાં 11 માર્ચ ગુરુવારના રોજ મહા શિવરાત્રી ઉત્સવ ઉજવાશે.

1616 ,હિલસાઈડ એવન્યુ સ્યુટ બી, ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણી અંતર્ગત સાંજે 5-30 થી 6-30 કલાક દરમિયાન બાલા વિકાસ ચિલ્ડરનની ટિમ ભજનોની રમઝટ બોલાવશે.

બાદમાં પૂજા વિધિ શરૂ થશે.જે અંતર્ગત સાંજે 6-30 કલાકે પ્રથમ પૂજા ,રાત્રે 9 કલાકે દ્વિતીય ,રાત્રે 12 કલાકે તૃતીય તથા વહેલી સવારે 3 વાગ્યે ચતુર્થ પૂજા દરમિયાન રુદ્ર અભિષેક ,આરતી ,સહીત વિવિધ દર્શનનો લ્હાવો લઇ શકાશે.

101 ડોલરની રકમ ન્યોચ્છાવર દ્વારા દરેક પૂજા સ્પોન્સર કરી શકાશે.ચતુર્થ પૂજા માટે સ્પોન્સર રકમ 251 ડોલર રાખવામાં આવી છે.

ઝૂમ મિટિંગમાં આઈ.ડી. 824 4428 2150 પાસવર્ડ 1132021 દ્વારા જોડાઈ શકાશે.મંદિરનો ઈમેલ temple.navagraha@gmail.com ,  છે.તથા વેબસાઈટ  www.navagrahaUSA.com છે.તેવું મંદિરની યાદી દ્વારા જાણવા મળે છે.

 

(1:00 pm IST)