Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રોકાણ મામલે પુરૂષથી વધુ રિસ્ક લે છે મહિલાઓ

સર્વે અનુસાર ૫૭% યુવા મહિલાઓ પોતાનું ખાનગી લક્ષ્ય મેળવવા માટે રોકાણ કરે છે :મ્યુચુઅલ ફંડમાં રોકાણ મહિલાઓનો સૌથી પસંદગીનો વિકલ્પ છે

નવી દિલ્હી, તા.૮: યુવા મહિલા રોકાણકાર હાઈ રિસ્ક અને વધુ રિટર્ન આપવા વાળી સંપત્ત્િ।ઓ એટલે કે શેર વગેરેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એક સર્વે મુજબ ૧૮ થી ૨૫ વર્ષની મહિલા રોકાણકાર દ્વારા સુરક્ષાઇટ રોકાણ વિકલ્પ જેવા કે ફિકસ્ડ ડિપોઝિટની જગ્યાએ હાઈ રિસ્ક વાળા વિકલ્પોમાં રોકાણ કરવાની સંભાવના ત્રણ ગણી વધુ રહે છે. આ સર્વે ગ્રો એ કર્યો હતો. એમાં ૨૮,૦૦૦ લોકો પાસે પ્રતિક્રિયા લેવામાં આવી. સર્વેમાં મહિલાઓના રોકાણ લક્ષ્ય અંગે જણાવવામાં આવ્યું છે.

સર્વે અનુસાર ૫૭% યુવા મહિલાઓ પોતાનું ખાનગી લક્ષ્ય મેળવવા માટે રોકાણ કરે છે. ત્યાં જ ૨૮% પોતાના યાત્રા લક્ષ્યને મેળવવું અને ૨૮% ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રોકાણ કરે છે.

એમાં કહેવામાં આવ્યું છે કે ૩૦ લાખ રૂપિયા વાર્ષિકથી વધુ વેતન મેળવવા વાળી મહિલાએ કહ્યું કે, જલ્દી સેવાનિવૃત્ત્િ। લેવાના કારણે રોકાણ કરે છે. ૧૦ થી ૩૦ લાખ રૂપિયા આવક વાળી ૩૦% અને પ થી ૧૦ લાખ રૂપિયા વાર્ષિક આવક ૨૬% મહિલાઓ આ વાત કહે છે. ત્યાં જ ૩૫ વર્ષથી વધુની ઉંમર વાળી ૬૪્રુ મહિલાઓનું કહેવું હતું કે તેઓ લગ્ન અને બાળકોની શિક્ષા માટે રોકાણ કરી શકે છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે મ્યુચુઅલ ફંડમાં રોકાણ મહિલાઓનો સૌથી પસંદગીનો વિકલ્પ છે. તમામ વેતન વર્ગોની મહિલાઓ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

મહિલાઓ સોનામાં સારું રોકાણ કરે છે. સર્વેમાં સામેલ ૨૫્રુ મહિલાઓએ કહ્યું કે તેમણે સોનામાં રોકાણ કર્યું છે. ૧૦ લાખ વાર્ષિકથી વધુ કમાવવા વાળી ૪૦% મહિલા સોનામાં રોકાણ કરે છે.

ક્રીપ્ટોકરન્સીમાં પણ લગાવ્યા પૈસા

એ ઉપરાંત ૩૦ લાખ રૂપિયાથી વધુ કમાવવા વાળી ૬% મહિલાઓએ ક્રીપ્ટોકરંસીમાં રોકાણ કર્યું છે. ત્યાં જ ૧૦ લાખ રૂપિયા વાર્ષિકથી ઓછું કમાવવા વાળી માત્ર ૪% મહિલાએ ક્રીપ્ટોકરંસી રોકાણ કરે છે.

(11:57 am IST)