Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

WHOની ગંભીર ચેતવણી

આપણી એ સૌથી મોટી ભૂલ હશે કે કોરોના ખતમ થઈ ગયો : હજૂ આવશે ત્રીજી અને ચોથી લહેર

નવી દિલ્હી,તા. ૮: દુનિયાભરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ફરીથી ઉછાળો આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે, હવે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કોરોના અંગે ચેતવણી આપી છે, WHOના જણાવ્યા પ્રમાણે હજું કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનું જોખમ દુનિયા પર તોળાઇ રહ્યું છે. જેથી દુનિયાનો કોઇ પણ દેશ કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવાનાં પ્રયાસોમાં બિલકુલ પણ ઘટાડો ન કરે.

WHOના વડા ટેડ્રોસ અધાનોમએ કહ્યું કે અમે એ જાણીએ છીએ કે, લોકો હવે કોરોનાનાં નિયમોનું પાલન કરીને કંટાળી ગયા છે, પરંતું એ સમજવું આપણી સૌથી મોટી ભૂલ હશે કે કોરોના રોગચાળો ખતમ થઇ ગયો છે.

ટેડ્રોસે બ્રાઝીલની પરિસ્થિતી અંગે સૌથી વધુ ચિંતા વ્યકત કરી, કારણ કે તે દેશનાં પ્રમુખ જેયર બોલ્સોનારોએ કોરોના પ્રતિબંધોને બિન-જરૂરી ગણાવ્યા છે, તેમણે કહ્યું કે દુનિયાનાં દેશોમાં વેકિસનનાં કારણે સ્થિતી સુધરી રહી છે તો બ્રાઝિલમાં પરિસ્થિતી વિકટ બની છે.

(11:08 am IST)