Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગુજરાતના ભાગેડુ સાંડેસરા ભાઈઓ પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ હાજર થયા : કહ્યું કે નાઇજીરિયાના લાગોસમાં છે

૮૧૦૦ કરોડના ર્સ્ટલિંગ બાયોટેક (વડોદરા) બેંક લોન ફ્રોડ કેસમાં ઇડી, સીબીઆઈ અને બીજી એજન્સીઓ ૨૦૧૫થી સાંડેસરા ભાઈઓનો પીછો કરી તપાસ કરી રહી છે.

નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેશ પટેલ - આ ચારેય વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટ સમક્ષ હાજર થયા હતા અને કહ્યું હતું કે તેઓ નાઇજીરિયાના લાગોસમાં છે.  રસપ્રદ વાત  એ બની છે કે ઇડીના અધિકારીઓ આ સાંડેસરા બંધુઓને ઓળખવાનો ઇનકાર કરે છે.

(11:06 am IST)