Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રામ મંદિર માટે રાજસ્થાને આપ્યું સૌથી વધુ દાન

રાજસ્થાનનાં ૩૬ હજાર ગામડાઓ અને શહેરોમાંથી ૫૧૫ કરોડ રૂપિયાથી વધુનુ ફંડ મંદિર માટે સમર્પિત કર્યા છે

નવી દિલ્હી,તા. ૮: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લોકોએ છુટ્ટા હાથે દાન આપ્યું છે, તેના માટે શરૂ કરાયેલું ઘરે-ઘરે ફાળો ઉઘરાવવાનું અભિયાન બંધ કરવામાં આવ્યું છે, હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનાં મહામંત્રી અને વિહિપનાં કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે કેટલું દાન એકઠું કરાયું તે અંગે માહિતી આપી છે. 

ચંપક રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનનારા ભવ્ય મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન રાજસ્થાન તરફથી મળ્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની જનતાએ મહત્ત્।મ ૫૧૫ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

મીડિયા સાથે વાત કરતા ચંપત રાયે જણાવ્યું હતું કે, રાજસ્થાનનાં ૩૬ હજાર ગામડાઓ અને શહેરોમાંથી ૫૧૫ કરોડ રૂપિયાથી વધુનું ફંડ મંદિર માટે સમર્પિત કર્યા છે. તેમણે કહ્યું કે મકરસંક્રાંતિ (૧૫ જાન્યુઆરી) થી દેશમાં માગ પૂર્ણિમા (૨૭ ફેબ્રુઆરી) સુધીના ૪૨ દિવસનાં અભિયાનમાં, એક લાખ ૭૫ હજાર જૂથો દ્વારા લગભગ ૯ લાખ ટોળીઓએ ઘરે ઘરે સંપર્ક કરાયો.

(10:19 am IST)