Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ઓનલાઈન સર્ચ એન્જિન બિંગ ગુગલ માટે પડકાર બનશે

સર્ચિંગની દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો : બિંગ સર્ચ એન્જિનને ભાષા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે

નવી દિલ્હી, તા.૮ : હાલનો આ ઓનલાઈન યુગ સર્ચિંગની દુનિયાથી ઘેરાયેલો છે. અત્યારે આ સર્ચિંગની દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો ચાલી રહ્યો છે, પરંતુ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાની વાત પ્રમાણે હવે ગૂગલને હવે વર્ચસ્વ ટકાવી રાખવું અઘરું છે. માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગને અલગ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સર્ચ એન્જિનને ભાષા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે.

સત્ય નડેલાએ ઓનલાઈન સર્ચની દુનિયામાં આ એક નવી શરૃઆત દિશા ગણાવી છે. એક લોન્ચ ઈવેન્ટ દરમિયાન સત્ય નડેલાએ કહ્યું કે 'આ એક નવી શરૃઆત છે અને રેસ આજથી શરૃ થઈ રહી છે'.

માઇક્રોસોફ્ટ તેના સર્ચ એન્જિન બિંગને શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરશે, જેમાં એવી જ  ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાંથી એઆઈબોટ ચેટજીપીટીબનાવવામાં આવ્યું છે. ચેટજીપીટીકે જે થોડા જ સમયમાં એ ૧૦૦ મિલિયન યુઝર્સનો આંકડો વાટવી ગયું હતું. ચેટજીપીટીમાં સરળતાથી નિબંધ લેખન, ભાષણની તૈયારી, પરીક્ષામાં મદદ જેવા ઘણા કાર્યો પૂર્ણ કરી શકાય છે, જેના કારણે ચેટજીપીટીના વપરાશકર્તાઓમાં ભારે વધારો થતા જોવા મળી રહ્યો છે. માઈક્રોસોફ્ટ માને છે કે સર્ચ એન્જિન બિંગને ચેટજીપીટીજેમ જ તૈયાર કરવામાં આવી રહ્યું છે, થોડા સમયમાં ઓનલાઈન સર્ચિંગને જબરદસ્ત રીતે અપગ્રેડ કરવામાં આવી શકે છે.

ચેટજીપીટીકેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ ઓપનએઆઈદ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ વર્ષ ૨૦૧૫માં શરૃ થયું હતું. વર્ષ ૨૦૧૯ માં, માઇક્રોસોફ્ટે ઓપનએઆઈમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ સિવાય તાજેતરમાં જ સ્ટાર્ટઅપે  માઇક્રોસોફ્ટે  સાથે મલ્ટી-બિલિયન ડોલરની ડીલ પણ કરી છે. ઈલોન મસ્ક સહિત અન્ય ઘણી કંપનીઓએ પણ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.

 

(7:57 pm IST)