Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

યુએસમાં લઘુમતી ઇન્ડિયન અમેરિકનોના પ્રભાવમાં નાટકીય વધારોઃ'ભારતીય અમેરિકન સમુદાયે રાજકારણ,સરકાર,ઉદ્યોગસાહસિકતા,

યુએસમાં લઘુમતી ઇન્ડિયન અમેરિકનોના પ્રભાવમાં નાટકીય વધારોઃ'ભારતીય અમેરિકન સમુદાયે રાજકારણ,સરકાર,ઉદ્યોગસાહસિકતા,તબીબી વ્યવસાય અને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે:તેઓ એક જૂથ તરીકે ઝડપથી વધી રહ્યા છે :ઇન્ડિયાસ્પોરા'ના સ્થાપક તથા ઉદ્યોગસાહસિક રંગાસ્વામી

યુએસમાં લઘુમતી ઇન્ડિયન અમેરિકનોના પ્રભાવમાં નાટકીય વધારોઃ'ભારતીય અમેરિકન સમુદાયે રાજકારણ,સરકાર,ઉદ્યોગસાહસિકતા,તબીબી વ્યવસાય અને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે:તેઓ એક જૂથ તરીકે ઝડપથી વધી રહ્યા છે :ઇન્ડિયાસ્પોરા'ના સ્થાપક તથા ઉદ્યોગસાહસિક રંગાસ્વામીન્યુયોર્ક: ઉદ્યોગસાહસિક એમઆર રંગાસ્વામીએ દાવો કર્યો છે કે યુએસમાં ભારતીય અમેરિકનોના પ્રભાવમાં નાટકીય વધારો થયો છે. બિન-લાભકારી સંસ્થા 'ઇન્ડિયાસ્પોરા'ના સ્થાપક રંગાસ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય અમેરિકન સમુદાયે રાજકારણ, સરકાર, ઉદ્યોગસાહસિકતા, તબીબી વ્યવસાય અને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. દરમિયાન, 'યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા'ના પ્રોફેસર કાર્તિક રામક્રિષ્નને પણ કહ્યું કે ભારતીય અમેરિકનો અમેરિકાની વસ્તીના દોઢ ટકાથી ઓછી હોવા છતાં દેશની લોકશાહી રાજકીય પ્રક્રિયામાં પ્રમાણમાં વધુ સક્રિય છે.

રંગાસ્વામીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “તે (ભારતીય અમેરિકનોની અસર) નાટકીય રહી છે. તાજેતરમાં જ એક યહૂદી અમેરિકન લેખકે તેમના એક લેખમાં લખ્યું હતું કે ભારતીયોએ યહૂદીઓની જગ્યા લેવાનો સમય આવી ગયો છે.રંગાસ્વામીએ એમ પણ કહ્યું હતું કે ભારતીય અમેરિકનોએ હજુ પણ દાન, સેવા અને ચેરિટીના ક્ષેત્રમાં વધુ યોગદાન આપવાની જરૂર છે.

રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર રામક્રિષ્નને જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકનો એક જૂથ તરીકે ઝડપથી વધી રહ્યા છે અને એશિયન ઇમિગ્રન્ટ્સમાં સૌથી વધુ મતદાન છે. રામકૃષ્ણને કહ્યું, “આનું એક કારણ એ છે કે ભારતીયો ખૂબ જ ગતિશીલ લોકશાહીના છે. તેમનો અંગ્રેજીનો કમાન્ડ ઘણો સારો છે, જે મદદ કરે છે અને તેઓ રાજકારણમાં પહેલા કરતા વધુ સક્રિય બની રહ્યા છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:31 pm IST)