Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીને કસ્ટડીમાં લેવામાં આવ્યા: ડિમોલિશન વિરોધી દેખાવો દરમિયાન 'જમ્મુ-કાશ્મીરમાં ગુંડા રાજ છે' તેવું નિવેદન કર્યું

ન્યુદિલ્હી :જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની આજે વહીવટીતંત્રની અતિક્રમણ વિરોધી અભિયાનના વિરોધમાં અટકાયત કરવામાં આવી હતી.

તેમની સાથે પીડીપીના અન્ય નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે.તેઓ  જમ્મુ-કાશ્મીરમાં બુલડોઝરની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા.
 

વાસ્તવમાં મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીર પ્રશાસનના અતિક્રમણ વિરોધી અભિયાન સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ગુંડા રાજ ચાલી રહ્યું છે. તે અફઘાનિસ્તાનની જેમ બરબાદ થઈ રહ્યું છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારી જમીન ખાલી કરાવવા માટે અત્યાર સુધીમાં અનેક બિલ્ડીંગો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(7:22 pm IST)