Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કેટલાક સાંસદો હિન્‍દુ-મુસ્‍લિમની વાત કરે છે, કેટલાક મંત્રીઓ દેખાડો કરવા દલીતોના ઘરે ભોજન કરે છેઃ કોંગ્રેસના અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રહારો

ભાજપના સાંસદ નિશિકાંત દુબેની રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

નવી દિલ્‍હીઃ બજેટ સત્રમાં આજે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ સામસામા પ્રહારો કરતા રાજકારણ ગરમાયુ છે.

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. પીએમ મોદી બપોરે ત્રણ વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી, બેરોજગારી, મોંઘવારી, અગ્નિવીર સહિતના તમામ મુદ્દા પર સરકાર પર પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ભાજપ સાંસદે લોકસભા સ્પીકરને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ પુરાવા વગર પીએમ મોદી પર આરોપ લગાવ્યા છે.

ખરગે પર પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યુ કે કેટલાક સાંસદ-મંત્રી માત્ર હિન્દૂ-મુસ્લિમ કરે છે, શું વાત કરવા માટે કોઇ બીજો મુદ્દો નથી. બીજા તરફ કોઇ અનુસૂચિત જાતિના લોકો મંદિર જાય છે તો તેમમે મારે છે, તેમની સુનાવણી થતી નથી. ખરગેએ કહ્યુ, અનુસૂચિત જાતિને તો આપણે હિન્દૂ સમજીએ છીએ, ત્યારે તેમણે મંદિર જતા કેમ રોકે છે, જો સમજો છો તો તેમણે બરાબરનું સ્થાન કેમ નથી આપતા. કેટલાક મંત્રી દેખાવા માટે તેમના ઘરે જઇને ભોજન કરે છે અને તસવીર ખેચાવે છે કે અમે તેમના ઘરે ભોજન કર્યુ છે.

મહુઆ મોઇત્રાના નિવેદન પર ભાજપ ભડક્યુ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ લોકસભાની કાર્યવાહી દરમિયાન આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટીએમ સી સાંસદ દ્વારા અપશબ્દ બોલવાને લઇને વિવાદ થયો હતો. ભાજપ સાંસદોએ માફીની માંગ કરી હતી.

સફરજનને સંતરો નહી કહું

મહુઆ મોઇત્રાએ આપત્તિજકન ટિપ્પણીના જવાબમાં કહ્યું, “મને આશ્ચર્ય છે કે ભાજપ અમને સંસદીય શિષ્ટાચાર શીખવાડી રહી છે. એક સાંસદે મારી સાથે દૂર્વ્યવહાર કર્યો, હું સફરજનને સફરજન જ કહીશ, સંતરો નહી કહું, જો તે મને વિશેષાધિકાર સમિતિ પાસે લઇ જશે તો હું પોતાનો પક્ષ મુકીશ.”

અદાણી ગેટને દેશના લોકોએ બતાવ્યો

ટીએમસી સાંસદે કહ્યુ કે ભાજપ કહી રહી છે કે હું મહિલા હોવાને કારણે આ રીતના શબ્દનો ઉપયોગ કેવી રીતે કરી શકુ છું, શું મારે આમ કરવા માટે પુરૂષ હોવાની જરૂર છે. મહુઆ મોઇત્રાએ કહ્યુ કે પ્રથમ વખત દેશના લોકોને અમે બતાવ્યુ છે કે અદાણીગેટ અંતે શું છે. ભાજપ છેલ્લા 3 વર્ષથી તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. મને ખુશી છે કે તમામ વિપક્ષી દળ એક સાથે બહાર આવ્યા.

(5:12 pm IST)