Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

હવે બિહારમાં વિવિધ જિલ્લાઓમાં સ્‍ટ્રોબેરીની ખેતી કરીને કમાણી કરતા ખેડૂતો

ઠંડા પ્રદેશમાં ઉગતી નવી જાત હવે ઉષ્‍ણ કટિબદ્ધ વિસ્‍તારોમાં પણ ઉગવા લાગી

પટણાઃ બિહારમાં પણ હવે ખેડૂતો સ્‍ટ્રોબેરીની ખેતી કરીને કમાણી કરવા લાગ્‍યા છે.

ગુજરાત રાજ્યમાં મોટાભાગના ખેડૂતો નક્કી ને ઋતુઓ મુજબના પાક પકવી પોતાનું ગુજરાન ચલાવે છે, પણ આપણે ત્યાં પણ ઘણા ખેડૂતો એવા છે જે પ્રયોગાત્મક વલણ રાખી સાહસપૂર્વક નવી ખેતી તરફ પણ વળે છે. કચ્છ-માંડવી પાસે આવેલા મઉં ગામના આ પ્રગતિશીલ ખેડૂતો ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. સ્ટ્રોબેરી સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં ઊગે પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ નવી જાતો ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં પણ ઊગી શકે છે. હવે બિહારના વિવિધ જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે.

અહીંયા સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન પણ આપી રહી છે. આ ક્રમમાં રાજ્યના અરરિયા જિલ્લામાં મોટાપાયે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. જિલ્લા મુખ્યાલયથી માત્ર 4 કિલોમીટરના અંતરે NH-57 ટોલ ટેક્સની પાસે તેની ખેતી કરવામાં આવી રહી છે. અરરિયા જિલ્લાના રહેવાસી અબ્દુલ રહમાને પોતાના વિસ્તારમાં તેની શરૂઆત કરી છે. કોરોના કાળમાં અબ્દુલ રહમાને સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરીને પોતાના વિસ્તારમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે.

ઔષધિ તરીકે પણ થાય છે ઉપયોગ:

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્ટ્રોબેરીનું ફળ ઘણું ઉપયોગી છે. તેમાં વિટામીન એ,બી, સી અને ડી હોય છે. તેની સાથે જ લોકો તેને ઔષધિ તરીકે ઉપયોગ કરે છે. પહાડી અને ઠંડા વિસ્તારમાં ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિત અનેક અન્ય પ્રદેશોમાં પણ કરવામાં આવી રહી છે. આ રાજ્યો સિવાય હવે બિહારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી સફળ થઈ રહી છે. કૃષિ વિશેષજ્ઞોનું માનીએ તો સ્ટ્રોબેરીની ખેતી ઠંડી સિઝનમાં કરવામાં આવે છે.

બિહારમાં થઈ રહી છે મોટાપાયે સ્ટ્રોબેરીની ખેતી:

સ્ટ્રોબેરીની ખેતી માટે બલુઆહી કે પછી દોમટ માટી ઉપયોગી માનવામાં આવે છે. અરરિયા જિલ્લામાં ખેતી કરી રહેલ યુવા ખેડૂત અબ્દુલ રહમાને જણાવ્યું કે તેમના પરિવારમાં બાળકો સ્ટ્રોબેરી ઘણી પસંદ કરે છે. તે વિસ્તારમાં 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં સ્ટ્રોબેરી વેચાય છે. કોરોના કાળ દરમિયાન તે બેરોજગાર થઈ ગયા. આ દરમિયાન તેમને મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીની ખેતી કરવાની જાણકારી મળી. જેના પછી તેમણે મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીના 1000 છોડ મંગાવ્યા અને તેની ખેતીની શરૂઆત કરી.

દર મહિને લાખો રૂપિયાની કરે છે કમાણી:

સ્ટ્રોબેરીની ખેતી કરવાની કોઈ જાણકારી ન હતી, જેના કારણે નુકસાન થયું. તેના પછી તે ખેતીની જાણકારી માટે મહારાષ્ટ્ર ગયા અને પછી ખેતીના દરેક પાસાની વિગતવાર જાણકારી મેળવી. મહારાષ્ટ્રમાં તેમણે 20 દિવસ સુધી સ્ટ્રોબેરીની ખેતી કરવાની ટ્રેનિંગ મેળવી અને પછી અરરિયા આવ્યા. અહીંયા આવીને તેમણે 2 એકર જમીનમાં સ્ટ્રોબેરીનો પાક ઉગાડ્યો. જેમાં તેમને સફળતા મળી. આજની તારીખમાં અબ્દુલ રહમાન લગભગ 8000 રૂપિયાની સ્ટ્રોબેરી રોજના લોકલ બજારમાં વેચી રહ્યા છે.

(5:07 pm IST)