Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગુરૂદેવઃ શ્રી શ્રી રવિશંકરજીની આત્મકથા તેમના બહેનની કલમે...

શ્રીશ્રીના જીવનના અનેક પહેલ ઓ ઉપર પ્રથમ વખત પ્રકાશ પાડયો છેઃ સંખ્યાબંધ અલભ્ય તસ્વીરોઃ શ્રીશ્રીના દાદીએ ભવિષ્યવાણી કરેલ કે પિતાજીને એક દિકરો - એક દિકરી થશે જે આખી દુનિયામાં પ્રકાશ રેલાવશે: રવી અને ભાનુ બન્નેના અર્થ સૂર્ય થાય છેઃ આદિ શંકરાચાર્યના આદરમાં શ્રીશ્રીના 'રવી' નામ પાછળ 'શંકર' ઉમેરવામાં આવેલ, એટલે 'રવિ શંકર' નામ રખાયું

પૂ. શ્રી શ્રી રવિશંકરજીને આજે કોણ ઓળખતુ નથી. વિશ્વ સમસ્તમાં તેમનું નામ ભારતના શાંતિદૂત તરીકે માનભેર લેવાઇ રહ્યું છે. તેમના નાના બહેન પૂ. ભાનુમથી નરસિમ્હને 'ગુરૂદેવ ઓન ધ પ્લેટયુ ઓફ ધ પીક' નામથી પુસ્તક લખ્યું છે. એ તાજેતરમાં જ પ્રસિધ્ધ થયું છે. શ્રી શ્રી રવિશંકરજીની આ ઓટો બાયોગ્રાફીમાં અનેક પહેલુઓ ઉપર પ્રથમ વખત પ્રકાશ પાડયો છે. અનેક અલભ્ય તસ્વીરો આપવામાં આવી છે. આ પુસ્તક સહુએ વસાવવા જેવું છે.

 

અત્યારે તો 'ગુરૂદેવ' પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પ્રસિધ્ધ થઇ છે. હવે પછી હિન્દી સહિતની ભાષાઓમાં પ્રસિધ્ધ થશે તેમ જાણવા મળે છે. શ્રી દિપક પંજાબી અને શ્રીમતિ માલા પંજાબીના સહયોગ અને માર્ગદર્શન સાથે આ પુસ્તકના અંગો અહીં ગુજરાતીમાં પ્રસ્તુત છે

પ્રથમ પ્રકરણ

પિતાજી વૈદિક જયોતિષવિઘા અને આયુર્વેદના વિદ્યાર્થી હતા. તેમણે બાળકની જન્માક્ષર તૈયાર કર્યો અને તેના પરિવારના અન્ય સભ્યો સાથે તેની વિશિષ્ટતા વિષે વાત કરી. ચાર ગ્રહો ઉન્નત સ્થાન ઉપરાંત અન્ય અત્યંત વિશિષ્ટ રૂપરેખાઓ માં હતા. આથી તેમને એક સંકેત મળ્યો હતો કે બાળકનો માર્ગ અસાધારણ હશે. બાળકનો જન્મ બે મહાન ભારતીય સંતો અને સુધારકો, શ્રી આદિ શંકરાચાર્ય અને શ્રી રામનુજાચાર્યના જન્મ જયંતિઓ ના દિવસે થયો હતો. આદિ શંકરાચાર્ય અદ્વૈત તત્વજ્ઞાન (મોનિઝમ) ના હિમાયતી હતા અને શ્રી રામાનુજ વિશિષ્ટાદ્વૈત તત્વજ્ઞાન (વૈચારિક માન્યતા) ના હિમાયતી હતા અને શ્રી વૈષ્ણવ પરંપરાના સૌથી મહત્વપૂર્ણ સંતો પૈકીનાં એક હતાં. અમારા પરિવારમાં સંતો ના ભકિતભાવ અને પરંપરા પ્રત્યે ખૂબ જ માન હતું જે થી આ એક ઉજવણીનો વિષય હતો કે બાળકનો જન્મ આ જયંતિઓ સાથે યોગાનુયોગ હતો. આનો ચોક્કસ પ્રભાવ બાળક ના નામકરણ પર પડ્યો.

મારા દાદી એક દિવ્યદૃષ્ટા હતા અને તેઓ આગાહી કરેલી હતી કી પિતાજી ને એક દીકરો અને દીકરી થશે. 'તે આખી દુનિયામાં પ્રકાશ લાવશે. તેને રવિ નામ આપો', તેઓએ કહ્યું હતું. સંસ્કૃતમાં 'રવી' એટલે સૂર્ય, અને સાંયોગિક રીતે બાળકનો જન્મ રવિવાર થયો હતો. તેઓએ એવું પણ સૂચવ્યું હતું કે મારૂ નામ 'ભાનુ' રાખવા માં આવે, જેનો અર્થ થાય સૂર્ય. તેમના શબ્દો ને માન આપતા 'રવિ' નામ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું અને આદિ શંકરાચાર્યનાં  આદરમાં 'શંકર' નામ ઉમેરવામાં આવ્યું હતું. રામાનુજા ને લીધે 'નારાયણ' નો પણ સમાવેશ થતો હતો, પણ તેનું નામ 'રવિશંકર નારાયણ' તરીકે ઘણું લાબું રહેશે એટલે તે ન ઉમેરવામાં આવ્યું. બાળકના જન્મના અગિયારમે શુભ દિવસે મારા પિતાએ 'રવિ શંકર' નામ હળવે થી તેના કાનમાં કહ્યું.

બીજું પ્રકરણ

રવિ ની એ ઉમર હતી કે જે ઉમરમાં યુવાનો એક સારી નૌકરી અને ઊંચા પગાર ના સ્વપ્ન જોતા હતાં. પરંતુ તેમની જિંદગી આ બધી જ મહત્વાકાંક્ષાઓથી દૂર હતી. મારા ભાઇને ઋષિકેશમાં મહર્ષિ મળ્યા, અને જયારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે, તેઓ થોડા દિવસો માટે જ રોકાયા, માત્ર અમુક કાગળ નું કામકાજ પૂરું કરવા. મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી (મેરૂ) ના વિદ્યાર્થી તરીકે તેઓને સ્વિટ્ઝરલેન્ડમાં મહર્ષિ સાથે જવાનું હતું. તેઓ લગભગ બે વર્ષ દૂર રહ્યા.

આ અમારા બધા માટે એક ખૂબ લાંબો સમય પુરવાર થયો. જયારે એમના પત્ર આવતા ત્યારે સહુ થી પહેલા અમ્મા વાંચતા અને હું મારા વાર ની રાહ જોતી. અને અમારી આંખોં ખુશી થી અને એની યાદમાં ભીની થઇ જાતી. તેમના એક પત્રમાં તેઓએ લખ્યું હતું કે 'બધા રંગો સુંદર છે. એટલે મેં વિચાર્યું છે કે હવેથી હું સફેદ રંગના કપડાં પહેરીશ કારણ કે સફેદ રંગ માં બધા રંગો નો સમાવેશ થતો હોય છે.' અન્ય એક પત્રમાં લખ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ માં વાણંદ ઓછા હતા જે થી વાળ કપાવવાનું મોંઘુ પડતું. છેલ્લે, તેના વળતરની તારીખના સમાચાર સાથે એક પત્ર આવી પહોંચ્યો.

તે દિવસોમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ બેંગ્લોર સુધી ન આવતી અને ભાઈ ને ચેન્નાઇ થી બેંગ્લોર બીજી ફલાઈટમાં આવવું પડયું. પિતાજી અને હું તેને લેવા ગયા હતા. અમારા કાન એનાઉન્સમેન્ટ તરફ અને આંખો મુસાફરોના આગમન દ્વાર પર હતી, જયાં થી થોડી થોડી વારમાં ઘણા મુસાફિરો બહાર નીકળતા. મારો ભાઈ સ્વિટ્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે તેને સાદા પેન્ટ અને શર્ટ પહેર્યા હતાં અને મને એને એજ રૂપમાં જોવાની આશા હતી. જયારે તે આવ્યા ત્યારે અમારી આંખો મળી અને તેમની આંખો માં ઊંડો સ્નેહ અને પ્રેમભાવ હતો. મને એમ માનવું હતું કે મારી સમક્ષ જે વ્યકિત ઉભો છે એ મારો ભાઈ છે પણ તે ઘણો બદલાઈ ગયો હતો. સફેદ ઝભ્ભા અને લાંબા વાળ માં તે અલોકિક દેખાતા હતા અને આ દેખાવ તેમના પર કુદરતી લાગતો.

તેમના વાળ તેમના ખભા સુધી પહોચતાં હતા અને આ દેખાવ વૈભવી લાગતો હતો. તેમનો અવાજ ધીમો અને સૌમ્ય હતો છતાંય તે અવાજમાં એક ઉર્જા હતી. મારા મનમાં સંઘર્ષ હતો કે મારો ભાઈ હજુ પણ એવોજ છે પણ મન ને સ્વીકારવું પડયું કે ભાઈ બદલાઈ ગયો છે. પિતાજીએ ભાઈ નો સામાન લીધો અને અમે ઘરે પાછા ફર્યા.

'આ તારો કેવો અવતાર (રૂપ) છે?' અમ્માએ ભાઈ ને જોતા તરત કહ્યું. જવાબ માં ભાઈના મુખ પાર સ્મિત હતી. અમ્માએ તેમને ધ્યાન થી જોયું અને દરેક વિગત ની મનમાં નોંધ લઇ રહ્યા હતા. એમના ઝગઝગતા સાન્નિધ્ય માં સૌમ્ય ઓજસ્વિતા હતી અને તેમનો તેજોમંડળ સુસ્પષ્ટ હતો. અમારા કુટુંબીજનો કયમ તેમની સરખામણી 'કમલ હસન' (એક લોકપ્રિય ફિલ્મ અભિનેતા) સાથે કરતા પણ હવે એમનું તેજ અને મોહકતા અનુપમ અન્ય અલગ હતા. અમે આ બધા ફર્ક નિહાળી રહ્યા હતા ત્યારે મેં જોયું કી અમ્મા ના મનમાં વિચારો નો યુદ્ઘ ચાલી રહ્યો હતો - 'આ બદલી ગયો છે' અને 'આ મારો દીકરો છે' વચ્ચે.

ત્રીજું પ્રકરણ

આજે, તેમના દ્વારા પ્રેરિત, આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકોએ લગભગ ૩૦ નદીઓ નો પુનઃ શકિતસંચાર કર્યો છે અને જે વિસ્તારો દાયકાઓ સુધી સૂકા હતાં તેમાં પાણીનો પ્રવાહ શરૂ કર્યો છે. એક સ્વયંસેવકએ જણાવ્યું હતું કે તેમના પ્રયત્નોના પરિણામ થી તે આશ્ચર્ય પામી હતી. તેઓ ગુરૂદેવનું નામ લેતા અને કાર્ય શરૂ કરતા, અને જયાં વિજ્ઞાન ઉકેલો શોધવા માટે નિષ્ફળ રહેતું ત્યાં વિશ્વાસ કાર્ય સફળ કરી બતાવતું. કયારેક હું વિચારતી કે તેઓ જાણતા હતા કે પાણી કયાં વહેતું હતું કે પછી પાણી ત્યાં વહેતુ જયાં તે ઇચ્છતા. આ તફાવત કદાચ તર્કસંગત સ્તરે જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ જયારે કોઈ સર્જન સાથે જોડાયેલો હોય છે, ત્યારે પોતાની અને પ્રકૃતિ વચ્ચે સંપૂર્ણ સંવાદિતા હોય છે. કુદરત એક સંપૂર્ણપણે આધાર આપે છે અને દરેક તેની સાથે સંપૂર્ણપણે ગોઠવાયેલ હોય છે.

એક વખત બોરવેલ ડ્રિલ કરી લેવા માં આવ્યા હતાં ત્યારે માટી ના ફર્શ અને વાંસ ના ખૂંટ થી ટકેલી છત વળી કુટિર બનાવવા માં આવી. આ કુટિર નું નામ શકિત હતું. ગુરૂદેવ આ સાડી કુટિર માં રહેતા જેમાં વરસાદ ના સમય છત થી પાણી ટપકતું. તે સમય આશ્રમમાં બહુ ઓછી સુવિધાઓ હતી તો પણ દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સ્વયંસેવકોએ આ કુટિરને પોતાનું ઘર બનાવી લીધું. કુટિર ના બે ભાગ 'વશિષ્ઠઙ્ગ' અને 'વિશ્વામિત્ર' ઉભા કરવામાં આવેલા પહેલા ૨ બ્લોક હતા. સસ્તા પથ્થર ન બનેલા આ માળખાઓ ની દીવાલ પર બોર્ડરમાં કમળના પત્તાની ડિઝાઇન કરવામાં આવી હતી. આ શણગાર નો વિચાર ગુરૂદેવ નો હતો. પહેલા કુટિર થી થોડા આગળ અમે ગુરૂદેવ માટે એક નાની કુટિર બનાવી જેની સિમેન્ટ ની ગોળ છત હતી. આ કુટિર નું નામ આખરે શકિત કુટિર બન્યું અને બીજી કુટિર નું નામ બદલી ને 'નારાયણ' રાખવામાં આવ્યું, જે પૂજા, સત્સંગ અને અન્ય અભ્યાસ કરવામાં માટે નું સ્થળ બન્યું.

ચોથુ પ્રકરણ

ગુરૂદેવ બિહારમાં એક પ્રદેશમાં શાંતિ લાવવા આતુર હતા, જે માઓવાદી હિંસાથી વ્યથિત હતો. એક યુવાન અને ગતિશીલ આર્ટ ઓફ લિવિંગ શિક્ષક, સંજય કુમાર ને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો. તેમણે બે મુખ્ય લડતા પક્ષો વચ્ચે સંવાદ શરૂ કર્યો અને વિવિધ રાહત કાર્યક્રમો શરૂ કર્યા. ગુરૂદેવએ સૂચવ્યું હતું કે સામસામા જૂથના નેતાઓને ઋષિકેશ આવવા વિનંતી કરવામાં આવે. સામાન્ય રીતે, આવા પક્ષોના સભ્યો જાહેરમાં આવવાનું પસંદ કરતા ન હતા અને તેઓ નજર પણ ન મેળવતા. તેમ છતાં, ગુરૂદેવની સલાહને ધ્યાનમાં રાખીને, તેઓએ ઋષિકેશની મુલાકાત લેવાનો સાહસિક પગલા ભરવા નો નિર્ણય કર્યો. પરંતુ ત્યાં એક મુશ્કેલી હતી - બંને જૂથો ને ખબર ન હતી કે સામો જૂથ પણ ઋષિકેશ આવી રહ્યો છે.

અપેક્ષિત રીતે, બંને જૂથ રેલવે સ્ટેશન પર સામ-સામા થયા પણ જો સંજય ની હાજરી અને હસ્તક્ષેપ ન હોટ તો તેઓ બાધ્યા હોટ અને ઘણો નુકસાન કર્યો હોત.  તેમ છતાં તેઓ ને ઋષિકેશ આવવાનો આગ્રહ કરવામાં આવ્યો. ગુરૂદેવ એમની સાથે વાત કરી ને સમય ફાળવી તેઓ ને ધ્યાન કી કાલા શીખવાડી.

પહેલા થોડા દિવસો માં જૂથ ના સભ્યો સત્રમાં સશસ્ત્ર આવતા. પણ ત્રણ દિવસ પછી તેઓ હળવા મન થી કાર્યક્રમમાં ભાગ લેતા અને સાથે ગાવા પણ લાગ્યા.

કાર્યક્રમના છેલ્લા દિવસે, ગુરૂદેવ બંને નેતાઓને ભેટ્યા અને બંને નેતાઓ એક બીજાને ભેટ્યા. અને હિંસા નો અંત લાવવાનો પણ વચન આપ્યો. આ ઐતિહાસિક ઘટના હતી જેને વર્ષો જૂની દુશ્મનાવટ દૂર કરી અને તે વિસ્તાર માં શાંતિ અને આનંદ ની પુનઃસ્થાપના કરી. ગુરૂદેવએ તેમને આ શાંતિ જાળવવા અને ઉજવવા માટે સલાહ આપી કે તેઓ સાથે મળી ને સત્સંગ કરે અને પ્રીતિ-ભોજ કરે - એક એવો અવસર જેમાં જુદા સમુદાય ના લોકો મળી ને રસોઈ કરે અને સાથે જમે.

પાંચમુ પ્રકરણ

ગુરૂદેવ કહે છે કે ખાલીપણું ભૌતિક અને આધ્યાત્મિક જગત વચ્ચે દ્વાર છે, અને એવી જગ્યા છે જયાં વ્યકિત આત્માની પ્રકૃતિને સમજી શકે છે. ખાલીપણું પૂર્ણતા શરૂ થાય છે. ખાલીપણું એક બાજુ દુઃખ છે; બીજી તરફ, આનંદ. ગુરૂએ જે આ પાર કરવામાં મદદ કરે. ગુરૂદેવ લપસણા પથ્થર અને પુરજોશ વહેતા પાણી વારી નદી ને બહુ સરળતા થી પર કરી લેતા. માત્ર અમસ્તા નદી કાંઠે ચાલવા નીકળ્યા હોય ત્યારે નહિ પણ પૂર અસરગ્રસ્ત વિસ્તારો માં જતા ત્યારે પણ.

તેમની સાથે ચાલતા લોકો માટે, તેમના સંતુલનને જાળવી રાખવામાં તેમની સાથે ગતિ જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હતું. તેમને તટ ઓર થી જોતા એમ લાગતું કે કેટલું સરળ હશે. પણ જયારે એમને અનુસરવા જતા ત્યારે વિચાર આવતો કે તેઓ પોતાની ધોતી ભીની કે ગંદી કાર્ય વિના કેવી રીતે આમ કરી શકતા. આવી રીતે થોડી વાર ચાલ્યા પછી, ગુરૂદેવ અમને ધ્યાન વિષે માર્ગદર્શન આપતા. અને મને એવું લાગતું  કે એક બારણું ખોલવાનું હતું, પછી બીજું, અને પછી બીજું એક અને તેથી હું એક લોક થી બીજા લોક માં જતી. સામાન્ય રીતે, આપણે અસ્તિત્વના માત્ર એક સ્તરથી પરિચિત છીએ. પરંતુ ઘણા અન્ય ઉચ્ચ સ્તરો પણ છે

શાસ્ત્રોએ જુદા જુદા લોક નો ઉલ્લેખ કર્યો છે - પિતૃ લોક (પૂર્વજનો નો), દેવ લોક (દેવો અને અન્ય દિવ્ય સત્વ) વચ્ચે અન્ય લોકો વિશે વાત કરી છે. મેં થોડા પળો માં વિવિધ લોક નો અનુભવ કર્યો. જયારે  ફરવા જાય છે, ત્યારે દ્રષ્ટિ હંમેશા બાહ્ય હોય છે. અહીં, ગુરૂ આંતરિક સ્વત્વ જોવાની રાહ ચીંધે છે. આ અંતર્ગત પ્રવાસમાં, ભૌતિકતાની ભૂમિકા પણ છે અને ગુરૂ તેની માટે યોગ્ય વાતાવરણ બનાવે છે.

ચા બનાવવા માટે સામગ્રી હોય છે, પરંતુ ગરમી વિના, ચાનો સ્વાદ નથી આવતો. ગુરૂની હાજરીએ અનુભવને સળગાવે છે અને એકવાર ગૂઢ અને રહસ્યમયતાની ઝલક મળે છે ત્યારે તે એ સ્થાન સાથે જોડાઈ જાય છે ત્યારે ગુરૂ તેને બદલી દે છે. ઋષિકેશ હવે અમારા માર્ચના અનુસૂચિમાં કાયમી નથી  રહ્યું.

ગુરૂદેવ કોઈ પણ વસ્તુ સાથે માયા ન રાખતા. આ જ મન કાં તો ફસાઇ શકે છે અથવા મુકત કરી શકે છે. જયારે કોઈનું સ્વયં સાથે જોડાવું હોય, ત્યારે ત્યાં કોઈ માયા નથી હોતી. ઋષિ એક એવી વ્યકિત છે કે જે તેના પોતાનામાં નિશ્યિત રીતે સ્થાપિત થયો હોય છે. ઘણા પવિત્ર વ્યકિતઓ ગુરૂદેવની મુલાકાત લેતા જયારે તેઓ ઋષિકેશ આવતા. તેઓ એકબીજાની સાથે મિત્રો ની જેમ મળતા હતા.

પ્રજ્ઞાનંદજી મહારાજે દરરોજ ફોન કરતા. તેમની વચ્ચે વાતચીત અત્યંત રસપ્રદ હતી. ઉપનિષદની ચર્ચાઓ દરમિયાન, ગુરૂદેવ કહેતા, 'મહારાજજી, અમને કહો, શાસ્ત્રો શું કહે છે?' મહારાજ-જી હંમેશા ખુબ સ્નેહથી જવાબ આપતા. એકવાર તેમણે કહ્યું, 'ગુરૂદેવ, હું શાસ્ત્રો માં જ્ઞાન શા માટે શોધું જયારે હું તમારી પાસેથી જ્ઞાન મેળવી શકું છું?'

છઠ્ઠું પ્રકરણ

એક દિવસ ગુરૂદેવ પોતા ના કુટિર માં આવ્યા અને કહ્યું 'ભકતો ખતરનાક હોય છે.' એ હસતા હસતા ફરીથી આ વાત કહેતા હતા. એ તામિલનાડુ થી ૨ દિવસના એક રોચક પ્રવાસ બાદ આવ્યા હતા. તેઓ નેયવેલી એક પ્રસંગ માટે જવાના હતા અને પાછા હેલીકોપટરમાં આવાના હતા. પણ વરસાદ પડ્યો અને હેલીપીકોપટર ને તાત્કાલિક એક ખેતરમાં ઉતરવું પડયું. આસપાસથી ગામવાસીઓ દોડતા આવ્યા અને ચકાસવા મંડ્યા કે આ વાહન અને લોકો કોણ છે. તે લોકો ગુરૂદેવ ને નજીક ના દેવી મંદિર માં લઇ ગયા અને પોતાની તકલીફો વિષે વાત કરવા લાગ્યા, જેમ કે વરસાદની અછત. ગુરૂદેવએ આશ્વાસન આપ્યો કે તેઓ ની તકલીફ દૂર થવાની શરૂ થઇ ગઈ છે અને એનો એક ઉદાહરણ હતો વરસાદ નું પડવું. ત્યાં ગુરૂદેવને પોતા ની ગાડીમાં લઇ જવા માટે આર્ટ ઓફ લિવિંગનો સ્વયંસેવક આવ્યો. તે નજીકના વિસ્તારમાં વહીવટી ઓફિસર હતા.

ગુરૂદેવએ એને ગ્રામજનોની મુશ્કિલોની જાણ કરી અને તેઓની જરૂરિયાતો પર ધ્યાન આપવાનું કહ્યું. પછી તેઓએ નક્કી કર્યું કે થિરૂવન્નમલાઈ સુધી ગાડી માં જશે જયાં એક અઘતન ધ્યાન કાર્યક્રમ યોજાયો હતો. જયારે તે પહુંચ્યા ત્યાં સહભાગીઓ ને પોતા ના નસીબ પર વિશ્વાસ ન થયો! તેમને વાત કરી કે તે લોકો કઈ રીતે તેમની નેયવેલી સુધીના માર્ગમાં હેલીર્કીોપટરમાં જોયા હતા ત્યારે ઈચ્છા થઇ હતી કે તેઓના કેમ્પસાઇટ પર હેલીકોપટર ઉતરે. તેમની સાથે વાતચીત કર્યા પછી ગુરૂદેવએ સ્થાનિક શિવ મંદિર ની મુલાકાત લીધી. મંદિર ના પુજારીઓએ ગુરૂદેવને થોડા મહિના પહેલા કુમ્ભાભિષેકંના સમારંભના ઉદઘાટન માટે આમંત્રણ આપ્યા હતા. આ સમારંભ ૧૨ વર્ષમાં એક વખત થાય છે. ગુરૂદેવ ની કાર્યાલયએ તેમને જાણ કરી કે ગુરૂદેવનો સમયપત્રક વ્યસ્ત હોવાના કારણે તેમનું સમારંભ માં હાજર રહેવું શકય ન હતું. પરંતુ અહીં તે એજ દિવસે સમારંભ માં ઉપસ્થિત હતા.

મંદિરની પરંપરા મુજબ આ સમારંભ ગુરૂની પરવાનગી થી શરૂ થઇ શકે છે અને વિધિએ ધાર્યું એવું થયું. મંદિર ની બહાર આવતા ગુરૂદેવ ને અમુક કાશ્મીરી મુસ્લિમ યુવાનો મળ્યા જે નજીક માં હસ્તકળા ની દુકાનો ચલાવતા હતા. તે યુવાનો ગુરૂદેવ પાસે જઈ ને બોલ્યા 'અમે જોઈએ છે કે તમે કાશ્મીર માટે શું બધું કરી રહ્યા છો અને અમારી ખુબ ઈચ્છા હતી કે તમને મળી ને આભાર વ્યકત કરીયે.' એમને કયારેય ન વિચાર્યું હતું કે તેઓ ને આવી તક મળશે. આ મુલાકાત પુરી થયા પછી ગુરૂદેવ ગાડી માં બેઠા અને આશ્રમ તરફ રવાના થયા. જે સ્વયંસેવક એમની સાથે હતા તેને કહ્યું કે તેની ઈચ્છા હતી કે તે ગુરૂદેવ ને લાંબી મુસાફરી માટે લઇ જાય અને હવે એની આ ઈચ્છા પુરી થઇ. શું આ બધું યોજેલું હતું?

સાતમું પ્રકરણ

૨૦૧૦ ની વસંતઋતુમાં, નેધરલેંડ્સમાં એક જાહેર સંમેલનમાં, ગુરૂદેવએ પ્રેક્ષકોને એક પ્રશ્ન પૂછ્યો, 'અમે આર્ટ ઓફ લિવિંગના ત્રીસમી વર્ષગાંઠને કેવી રીતે અને કયાં ઊજવશું?' વિચારો ની અદલાબદલી શરૂ થઇ અને અમારા કેટલાક સ્વયંસેવકોએ એક યોજના સૂચવી જે ત્યારે થોડી અશકય લગતી હતી. તેઓ યુરોપમાં એક સ્ટેડિયમમાં આ મોટા દિવસની ઉજવણી કરવા માગતા હતા. ગુરૂદેવ હંમેશાં ની જેમ તૈયાર હતા અને કહ્યું, 'હા, આપણે આ કરીશું!' અને બર્લિનમાં ઐતિહાસિક ઓલિમ્પિક સ્ટેડિયમમાં આ ઉજવણી માટે ની તૈયારીઓ શરૂ થઈ.

જુલાઈ, ૨૦૧૧ માં વિશ્વ સાંસ્કૃતિક ઉત્સવ (ડબ્લ્યુસીએફ) પહેલા થોડા દિવસો પહેલાં જ આ કાર્યક્રમનો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. ગુરૂદેવે સ્વિટ્ઝર્લેન્ડના એક આર્ટ ઓફ લિવિંગ શિક્ષક સ્ટીફન શોપાર્ડને દરેક માટે શોલ ખરીદવા માટે વિનંતી કરી હતી, પરંતુ અમે તે દિવસ તડકા અને વરસાદ વિના ના દિવસ ની આશા રાખી રહ્યા હતા. પરંતુ એવું બન્યું કે તે દિવસે અસામાન્ય કમોસમ વરસાદ થયો, અને જીની ધાર ના વરસાદ દરમિયાન શોલ ખૂબ મદદરૂપ નીવડી. આભ વરસતા છતાં, તે સ્ટેડિયમ માં ૭૦,૦૦૦ લોકોમાંથી એક વ્યકિતએ પણ સ્થળ છોડ્યું ન હતું.

સ્ટેડિયમના સમગ્ર સીટિંગ વિસ્તારને આવરીને હજારો છત્રી ખોલવામાં આવી. સામાન્ય રીતે, જયારે વરસાદ પડે છે, ત્યારે હરએક અંદર રહેવું પસંદ કરે છે, પણ આ દિવસે હું ખુલ્લામાં વરસાદને ઢાંકીને ઉભી હતી. તે મારા પર આકાશમાંથી વરસતા આશીર્વાદો સમાન હતા.

આટલી ઠંડી હતી છતાં, મારા આસપાસ ખૂબ જ હૂંફ હતી, ૧૫૦ દેશોના લોકો સાથે જોડાયેલા રહેવા ની હૂંફ! કલાકારો મન મૂકી ને નાચ્યાં અને ગાયા જાણે તેઓને  વરસાદ થી પ્રેરણા મળી હોય. રશિયાના બેલે નર્તકોએ 'સ્વાન લેક' પાણીના ખાબોચિયા માં રજૂ કર્યું! વરસાદના ટીપા થી તેમના ચહેરા તેમના પોશાક ની જેમ ચમકતા હતા. દરેક ટીપાં તેમની આંગળીઓના ટેરવે થી ઉડાન ભારત હતા અને તેઓ ના આ સુશ્રી હલનચલન સંપૂર્ણ રીતે તેઓ નો અભિનય ને આકર્ષિત બનાવ્યો હતો. બલ્ગેરિયાના નર્તકો ભીના અને લપસણા ઘાસ પર કુદકા મારતા હતા અને જમીન પર પડતા ટીપાંની લય સાથે મેળ ખાતા હતા અને સાથે તેમની આગેવાનીએ પાણી પર ગીત ગાયું હતું. તે એક કુશળ ડ્રમર પણ હતી, અને વીજળીના ઝબકા જેવા પાણીના ડ્રોપ્સ તેના ડ્રમસ્ટિકસથી ઉડ્યા હતા. છેલ્લે ભવ્યતા થી 'કલર્સ ઓફ ધ રેઈન્બો' ગીત રજુ થયું હતું.

આઠમું પ્રકરણ

ગુરૂદેવને મારા ભાઇ અને મારા ગુરૂ તરીકે ગણીને ધ્યાનમાં રાખીને મારા મગજમાં ઘણા અંશે યાદ આવે ત્યારે હું અનેક ઉદાહરણો યાદ કરી શકું છું. જયારે પણ હું તેમના વિદ્વતા ભર્યા પ્રવચન સાંભરું છું, ત્યારે મને ઘણીવાર આશ્ચર્ય થાય છે, 'શું આ ખરેખર મારો ભાઈ છે?' હું લાગણી સમજાવી શકતી નથી, પરંતુ એક અનહદ ભાવના છે જે ભાઈબહેનોની મર્યાદાઓની બહાર છે. શ્રીમદ ભાગવતમમાં, ભગવાન કૃષ્ણની માતા યશોડાનાં શબ્દો, મને યાદ છે. તે કહે છે, 'હું જાણું છું કે તે મારો પુત્ર છે, પણ એવું લાગે છે કે હું મારા પલ્લુ સાથે પવનને પકડવાનો પ્રયાસ કરી રહી છું.' તે કેવી રીતે શકય છે?

મારો ભાઈ. મારા ગુરૂ. જેમ જેમ હૃદય આ બે ભૂમિકાઓ વચ્ચે વારાફરતી વિચારે છે, ત્યારે 'મારૃં' તે એકમાત્ર સ્થિર રહે છે. તે એક વ્યકિતલક્ષી જોડાણ છે. જીવનનો સાર છે દિવ્ય સાથે વ્યકિતગત જોડાણ, પણ હું ખુશ છું કે હું મારા પારિવારિક સંબંધોથી આગળ જોઈ શકું છું અને તેને મારા ગુરૂ તરીકે ઓળખી શકું છું. ગુરૂના સિદ્ઘાંતનો અનુભવ કરાવવું મારા જીવનમાં સૌથી વધુ અદ્બૂત વાત છે. તે જીવનનાં અનુભવોની ટોચ છે. ગુરૂદેવ કહે છે, 'પ્રબુધ્ધ એક ટોચ પર નથી. ઊલટાનું, ટોચ પ્રબુદ્ઘ  હેઠળ છે. જે ટોચ પર જાય છે તે નીચે આવે છે, પરંતુ સૌથી ટોચ એવા વ્યકિતને શોધે છે જે આંતરિક ઊંચાઈ માં સ્થિત છે.'

'બહેન' તરીકે અંગ્રેજીમાં ભાષાંતર કરાયેલ સંસ્કૃત શબ્દ સહોડારીનો અર્થ એ છે કે જે તમારી સાથે ગર્ભ માં રહ્યું છે. મને વારંવાર આશ્ચર્ય થાય છે કે કેવી રીતે ગર્ભાશય કંઈ એવો અનહદ એહસાસ પકડી શકે છે. ગુરૂદેવ ની એ કરૂણા કે તેઓ એ મારી સાથે આ જગ્યા ના સહભાગી થયા. જો તે પોતે શરીરમાં મર્યાદિત હોત તો પણ મારા હૃદયના નાના ખૂણાને હજુ પણ મર્યાદિત જોડાણ લાગે છે.

અનંત વાસ્તવિક અને અમૂર્ત છે, પરંતુ ગુરૂ બંને અનંત અને મૂર્ત છે. દર વખતે જયારે મારા આંતર નો વિકાસ થાય છે, ત્યારે મારી નાની ઓળખ અદૃશ્ય થઈ જાય છે અને અનંત સાથે ભળી જાય છે. કદાચ આ જ છે કે સ્વયંને સમર્પણ કરવા ની ભાવના. જીવનના મૂલ્યવાન ક્ષણોને ખસેડવું, દરેક શ્વાસમાં દિવ્યને યાદ રાખવું, હું ફરી અને ફરી થી શરણાગતિ કરું છું. મારી મરણોત્ત્।ર જીવનની યાત્રામાં, મારું દરેક પગલું પોતાના માં એક ધ્યેય છે.

નવમું પ્રકરણ

એક સાંજે, બેઠા બેઠા અને આકાશમાં જોતાં, તેમણે કહ્યું, 'આવતીકાલે એક ચમત્કાર થશે.' વધુ સચોટતા ની અપેક્ષા રાખી આ નિવેદન સામે અનેક પ્રશ્ન પૂછવામાં આવી શકે. પરંતુ જયારે ગુરૂજી બોલે છે, ત્યારે એક વિશ્વાસ ધરાવે છે અને તેમની વાત બધી શકયતાઓ માટે ખુલ્લી રહે છે. બીજા દિવસે, વહેલી સવારે, વિશ્વના વિવિધ ભાગોમાં ગણેશની મૂર્તિની દૂધ પીવાની વાતો શરૂ થઈ. ત્યાં આશ્રમના પ્રવેશદ્વારની નજીક એક નાની ગણેશ મૂર્તિ હતી, અને જયારે અમે તેને દૂધ પાયું ત્યારે, દૂધ તેમના સૂંઢમાં અદ્રશ્ય થઈ ગયું. જયારે ગુરૂદેવને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, 'દૃ ડ  શકિતમાં શ્રદ્ઘા જાળવી રાખવા માટે આવા ચમત્કારો સમયાંતરે થાય છે.' તે સાંજે યોજાયેલી સત્સંગ દરમિયાન, ગુરૂદેવએ અમારા વચ્ચે અસંખ્ય દેવદૂતોની હાજરી વિષે કહ્યું.

દસમું પ્રકરણ

જયારે ગુરૂ બોલે છે, ત્યારે જ જ્ઞાન બહાર આવે છે. પરંતુ કયારેક ગુરૂને બોલવાની જરૂર નથી પડતી કારણ કે ફકત તેમની હાજરીથી પોતે જ્ઞાન ઊભું કરી શકે છે. ધીરે ધીરે ચર્ચાવિચારણા માં વધારો થતો ગયો અને મુલાકાતીઓ એમજ જિજ્ઞાસુઓ ની સંખ્યા માં વધારો થતો ગયો. એટલે મારા પિતાજીએ અમારી માલિકી ની એક મિલકતનું રૂપાંતર કરવાનો પ્રસ્તાવ રાખ્યો કે જે થી ભાઈ ત્યાં રહી પણ શકે અને તેમના મુલાકાતીઓ ને નિરાંતે મળી પણ શકે.  અમે આ નવી જગ્યા નું નામ  'જ્ઞાન મંદિર' રાખ્યું. દરેક ગુરૂવાર, જયારે ગુરૂદેવ બેંગ્લોરમાં હતા, ત્યારે તે જગ્યાએ સત્સંગ રાખતા. અમે સત્સંગ માટે અમારા બધા પડોશીઓને આમંત્રણ આપતા. મૈસુરથી બે બહેનો એમના પરિવાર સાથે અચૂક આવતા. અમે આઠ કે દસ લોકોનો નાનો જૂથ હતા. ઋષિકેશના એક આધ્યાત્મિક ગુરૂએ એકવાર ગુરૂદેવને સૂચવ્યું કે, 'જો તમે ઈચ્છો તો, હજારો લોકો સરળતાથી તમારી પાસે આવશે. પણ તમારે કેટલાક નાના ચમત્કાર બતાવવા પડશે જેથી તેઓ ઓળખી શકે કે આ વ્યકિતમાં કઈં ખાસ છે.' મારા ભાઈએ જવાબ આપ્યો, 'હું જનતાને આકર્ષવા નહીં, જ્ઞાન આપવા માટે આવ્યો છું.'

અગીયારમું પ્રકરણ

એકવાર, બાલ્ટીમોરમાં, ગુરૂદેવ જાહેર પ્રસંગે પ્રાર્થનાના મહત્વ પર બોલતા હતા. અચાનક એક માણસ જે છેલ્લી બેઠકમાં બેઠેલો હતો અને આશરે સાત ફૂટ ઊંચો એવો કદાવર હતો, તેને ગુરૂદેવ નું પ્રવચન અટકાવ્યું. તેને કહ્યું કે તેને ખુબજ હાસ્યસ્પદ લાગતું કે લોકો પ્રાર્થના કરતા અને એમ કહેતા એ ડાબકામણી રીતે હસવા મંડયો. તે ગુરૂદેવ તરફ વધવા લાગ્યો. અમે લોકો હિંસક ઘટના ની શકયતા જોઈ ને ગભરાઈ ગયા પર ગુરૂદેવએ અમને શાંત રહેવા નું કહ્યું. તે માણસ ગુરૂદેવ સુધી પહોંચ્યો અને પૂછ્યું 'તમને બીક નથી લાગતી?' ગુરૂદેવના ચેહરા પર સ્મિત હતી અને તેઓ એ માણસ ના માથા પર હળવે થી ટપલી મારી. તે જમીન પર ભાંગી પડ્યો અને રોવા મંડયો. તે પછી તેને કેટલાક મૂળભૂત અને અઘતન કાર્યક્રમો માં ભાગ લીધો અને ગુરૂદેવ નો અનુયાયી બની ગયો. યોગ સૂત્ર કહે છે કે જયારે લોકો અહિંસા માં પ્રસ્થાપિત થઇ જાય છે ત્યારે તેઓ ની હાજરીમાં હિંસા એનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. મેં આ નજર સમક્ષ જોયું.

આ પુસ્તક 'એમેઝોન' ઉપર ઓનલાઇન ઉપલબ્ધ છે.

(4:21 pm IST)