Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કેરલમાં અદાણી પોર્ટ સામે માછીમારોનો વિરોધ ૧૩૦ દિવસ બાદ હાલ પૂરતો બંધ

પોર્ટ પ્રોજેક્ટ સામે માછીમારો.ચર્ચ જૂથો અને કાર્યકરો દ્વારા ચાર મહિનાથી ચાલતા આંદોલનને કામચલાઉ વિરામ

નિર્માણાધીન વિઝિંજામ સી પોર્ટ સામે માછીમારો દ્વારા 130 દિવસથી વધુ ચાલેલા વિરોધને મંગળવારે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ નજીક વિઝિંજમ ખાતે અદાણી ગ્રૂપના પોર્ટ પ્રોજેક્ટ સામે માછીમારો, ચર્ચ જૂથો અને કાર્યકરો દ્વારા ચાર મહિનાથી ચાલેલા આંદોલનને મંગળવારે કામચલાઉ વિરામ આપવામાં આવ્યો હતો.

પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા વિકાર જનરલ યુજેન પરેરાએ તેને રદ કરવાની જાહેરાત કરી હતી. પરેરાએ પત્રકારોને જણાવ્યું હતું કે વિરોધ રદ કરવામાં આવી રહ્યો નથી કારણ કે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અથવા તેના વચનોથી સંતુષ્ટ છે. તેઓએ કહ્યું કે તે રદ કરવામાં આવી રહ્યું છે કારણ કે વિરોધ ચોક્કસ તબક્કે પહોંચી ગયો છે અને જો જરૂર પડશે તો તેઓ વિરોધ ફરી શરૂ કરશે.

તિરુવનંતપુરમના લેટિન કેથોલિક આર્કડિયોસીસની આગેવાની હેઠળના વિરોધના એક અઠવાડિયા પછી આ પગલું આવ્યું છે. આ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી હતી અને લગભગ 50 પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકાર અને કેથોલિક ચર્ચમાં અનેક સ્તરે મડાગાંઠનો અંત લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા

(2:43 pm IST)