Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભારતની દીકરી કમલા હેરિસ અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ :સરકાર સ્વાગતની તૈયારી કરે : કોંગ્રેસ

કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું ભારતીય મૂળની હોવાને કારણે અમને ગર્વ છે :ભવિષ્યમાં તે યુ.એસ. ના રાષ્ટ્રપતિ પણ બની શકે છે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે ભારત સરકારે કમલા હેરિસના ભવ્ય સ્વાગત માટે તૈયારી કરવી જોઈએ. ભારતીય મૂળની હોવાને કારણે અમને ગર્વ છે કે ભારતની પુત્રી યુ.એસ.ની ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે અને ભવિષ્યમાં તે યુ.એસ. ના રાષ્ટ્રપતિ પણ બની શકે છે.

ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેનની વ્હાઇટ હાઉસની યાત્રાપૂર્ણતાના આરે છે. ત્યારે સાથે ભારતીય મૂળની કમલા હેરિસ વિશ્વની સૌથી શક્તિશાળી લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. અંગે ભારતમાં પણ ઉત્સાહ છે. કમલા હેરિસની માતા શ્યામલા ગોપલાન તમિળનાડુની હતી

કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે ભારત સરકારે કમલા હેરિસના ભવ્ય સ્વાગત માટે તૈયારી કરવી જોઈએ. ભારતીય મૂળની હોવાને કારણે અમને ગર્વ છે કે ભારતની પુત્રી યુ.એસ. ના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે અને ભવિષ્યમાં તે યુ.એસ. ના રાષ્ટ્રપતિ પણ બની શકે છે.

અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ભારત સરકારે તેમનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર રહેવું જોઇએ, એક ભારતીય તરીકે અમને કમલા હેરિસનો ગર્વ છે

 

(12:12 am IST)