Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કમલા હેરિસે ઇતિહાસ રચ્યો : અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ અને પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ બન્યા : જો બાયડન ૭૦ મતની લીડથી જીતી ગયા

જો બાયડન અમેરિકાના ૪૪મા પ્રમુખ તરીકે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામે ૨૮૪ વિરુદ્ધ ૨૧૪ મતે ચૂંટાઈ આવ્યા છે. ૭૦ મતની તોતિંગ લીડ તેમને મળી છે . તેમની સાથે જ અમેરિકાના ઇતિહાસમાં કમલા હેરિસ સૌપ્રથમ મહિલા ઉપપ્રમુખ, પ્રથમ અશ્વેત-બ્લેક અમેરિકન ઉપપ્રમુખ, અને યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળનાર પ્રથમ એશિયન-અમેરિકન બન્યા છે. ૧૯૯૨ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે જ્યોર્જ એચ.ડબ્લ્યુ. બુશ પછી ચૂંટણી હારનારા પ્રથમ પ્રમુખ બન્યા છે.  

(11:11 pm IST)