Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જો બિડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે : CNN એ જાહેર કર્યું

હું ઘણો સમ્માનિત અનુભવ કરી રહ્યો છું કે તમે દેશના નેતૃત્વ માટે મને પસંદ કર્યો છે.: જીત પછી જો બિડેનનું ટ્વીટ

નવી દિલ્હી : અમેરિકી ન્યુઝ ચેનલ CNN અનુસાર જો બિડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. જો બિડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. અમેરિકા અત્યાર સુધી 45 રાષ્ટ્રપતિ જોઇ ચુક્યુ છે. જોર્જ વોશિંગ્ટન પહેલા રાષ્ટ્રપતિ હતા. 2009માં બરાક ઓબામા અને 2017માં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોચ્યા હતા. અમેરિકામાં  કેલિફોર્નિયાની સેનેટર કમલા હેરિસનું  ઉપરાષ્ટ્રપતિ બનવાનું નક્કી છે.

જો બિડેને ટ્વીટ કર્યુ, “અમેરિકા, હું ઘણો સમ્માનિત અનુભવ કરી રહ્યો છું કે તમે દેશના નેતૃત્વ માટે મને પસંદ કર્યો છે. અમારૂ આગળનું કામ મુશ્કેલ હશે પરંતુ હું દાવો કરૂ છું કે હું તમામ દેશવાસીઓનો રાષ્ટ્રપતિ રહીશ- પછી તમે મને વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય. તમે જે મારી પર વિશ્વાસ બતાવ્યો છે, તેને હું પુરો કરીશ.” મહત્વપૂર્ણ છે કે પેન્સિલવેનિયામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા પરંતુ જેમ જેમ મેલ ઇન બેલેટની ગણતરી કરવામાં આવી તેમ તેમ બિડેન આગળ નીકળી ગયા હતા.

આ વખતે ચૂંટણીમાં બિડેનને અત્યાર સુધી 7,48,47,834 એટલે 50.6% મત મળ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇ રાષ્ટ્રપતિને આટલા મત નથી મળ્યા. આ એક રેકોર્ડ છે. 2008ની અમેરિકાની ચૂંટણીમાં બરાક ઓબામાને 69,498,516 મત મળ્યા હતા.

• ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ છે જે પૂર્વ- ઉપ રાષ્ટ્રપતિથી ચૂંટણી હારી ગયા છે.

• 78 વર્ષીય બિડેન અમેરિકન ચૂંટણીના ઇતિહાસના સૌથી વધુ ઉમર ધરાવતા રાષ્ટ્રપતિ છે

• બિડેન ડેલાવેયરથી ચૂંટાનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. આ સાથએ જ સીનેટમાં સૌથી લાંબી કરિયર (1973થી 2009 સુધી) વિતાવનારા બિડેન ડેલાવેયરના પ્રથમ સભ્ય છે.

• બિડેન પહેલા પણ બે વખત રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થઇ ચુક્યા છે. પ્રથમ વખત 1988 અને બીજી વખત 2008માં.

• 28 વર્ષ પછી આ બીજી વખત છે જ્યારે અમેરિકામાં કોઇ પ્રેસીડેન્ટને બીજો કાર્યકાળ નથી મળ્યો.

• બિડેને 32 વર્ષ જૂનો ઇતિહાસ ફરી દોહરાવ્યો છે. 1988માં રાષ્ટ્રપતિ બન્યા પહેલા બુશ સીનિયર પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના કાર્યકાળમાં 8 વર્ષ વાઇસ પ્રેસીડેન્ટ હતા. બિડેન પણ બરાક ઓબામાના કાર્યકાળમાં આઠ વર્ષ ઉપ રાષ્ટ્રપતિ રહ્યા હતા.

• બરાક ઓબામાએ બિડેનને ‘બ્રધર વાઇસ પ્રેસિડેન્ટ’ની ઉપાધી આપી હતી.

આ વખતે અમેરિકાની ચૂંટણીમાં કુલ મતદારોમાંથી 66.9 ટકા વોટર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, આ 120 વર્ષમાં રેકોર્ડ મતદાન છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મતદાન જોવા મળ્યુ છે. ખાસ કરીને અમેરિકાની ચૂંટણીમાં 50થી 60 ટકા વોટિંગ થતુ હતુ પરંતુ આ વખતે 66.9% વોટિંગ જોવા મળ્યુ છે. અત્યાર સુધી સૌથી વધુ મતદાન 1900ની ચૂંટણીમાં જોવા મળ્યુ હતું ત્યારે 73.7 % મતદાન થયુ હતું.

આ પ્રથમ વખત છે જ્યારે આટલી ભયંકર મહામારી વચ્ચે અમેરિકામાં આટલુ જોરદાર વોટિંગ થયુ છે. આ પહેલા 1918માં મિડટર્મ ઇલેક્શન થયા હતા, ત્યારે સ્પેનિશ ફ્લૂ ફેલાયેલો હતો, જેને કારણે મતદાનમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આ વખતે આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે મહામારી દેશભરમાં જ નહી પણ આખી દુનિયામાં ફેલાયેલી છે અને રેકોર્ડ મતદાન થયુ હતુ.

અમેરિકાના રાષ્ટ્રપતિઓની અત્યાર સુધીની લિસ્ટ

1) જોર્જ વોશિંગ્ટન (એપ્રિલ 30, 1789થી માર્ચ 4, 1797)
2) જોન એડમ્સ (માર્ચ 4,1797થી માર્ચ 4, 1801) ફેડ્રાલિસ્ટ
3) થોમસ જેફરસન (માર્ચ 4,1801થી માર્ચ 4, 1809) ડેમોક્રેટિક રિપબ્લિકન
4) જેમ્સ મેડિસન (માર્ચ 4,1809થી માર્ચ 4, 1817) ડેમોક્રેટિક રિપલ્બિકન
5) જેમ્સ મનરો (માર્ચ 4, 1817થી માર્ચ 4, 1825) ડેમોક્રેટિક રિપબ્લિકન
6) જોન ક્વિન્સી એડમ્સ (માર્ચ 4, 1825થી માર્ચ 4, 1829) ડેમોક્રેટિક રિપબ્લિકન
7) એન્ડ્રઉ જેક્સન (માર્ચ 4, 1829થી માર્ચ 4, 1837) ડેમોક્રેટિક રિપબ્લિકન
8) માર્ટન વાન બ્યૂરેન (માર્ચ 4, 1837થી માર્ચ 4, 1841) ડેમોક્રેટિક રિપબ્લિકન
9) વિલિયમ હેનરી હેરિસન (મર્ચ 4, 1841થી એપ્રિલ 4,1841) વિગ
10) જોન ટેલર (એપ્રિલ 4, 1841થી માર્ચ 4, 1845) વિગ
11) જેમ્સના પોલ્ક (માર્ચ 4, 1845થી માર્ચ 4, 1849) ડેમોક્રેટિક રિપબ્લિકન
12) જેકરી ટેલર (માર્ચ 4, 1849થી જુલાઇ 9, 1850) વિગ
13) મિલરડ ફિલમોર (જુલાઇ 9, 1850થી માર્ચ 4, 1853) વિગ
14) ફ્રેંકલિન પિયર્સ (માર્ચ 4, 1853થી માર્ચ 4, 1857) ડેમોક્રેટિક રિપબ્લિકન
15) જેમ્સ બ્યૂકેનન (માર્ચ 4, 1857થી માર્ચ 4, 1861) ડેમોક્રેટિક રિપબ્લિકન
16) અબ્રાહમ લિંકન (માર્ચ 4, 1861થી એપ્રિલ 15, 1865) રિપબ્લિકન
17) એન્ડ્રયુ જોહ્નસન (એપ્રિલ 15, 1865થી માર્ચ 4, 1869)
18) યૂલિસિસ ગ્રાન્ટ (માર્ચ 4, 1869થી માર્ચ 4, 1877) રિપબ્લિકન
19) રધરફોર્ડ હેસ (માર્ચ 4, 1877થી માર્ચ 4, 1881) રિપબ્લિકન
20) જેમ્ ગાર્ફીલ્ડ (માર્ચ 4, 1881થી માર્ચ 19, 1881) રિપબ્લિકન
21) ચેસ્ટર આર્થર (સપ્ટેમ્બર 19,1881થી માર્ચ 4,1885) રિપબ્લિકન
22) ગ્રોવર ક્વીલલાન્ડ (માર્ચ 4, 1885થી માર્ચ 4, 1889) ડેમોક્રેટિક રિપબ્લિકન
23) બેંજામિન હેરિસન (માર્ચ 4, 1889થી માર્ચ 4, 1893) રિપબ્લિકન
24) ગ્રોવર ક્વીલલાન્ડ (માર્ચ 4, 1893થી માર્ચ 4, 1897) ડેમોક્રેટિક રિપબ્લિકન
25) વિલિયમ મકિન્લી (માર્ચ 4, 1897થી સપ્ટેમ્બર 14, 1901) રિપબ્લિકન
26) થિયોડોર રોજવેલ્ટ (સપ્ટેમ્બર 14, 1901થી માર્ચ 4, 1909) રિપબ્લિકન
27) વિલિયમન ટાફ્ટ (માર્ચ 4,1909થી માર્ચ 4, 1913) રિપબ્લિકન
28) વૂડ્રો વિલ્સન (માર્ચ 4, 1913થી માર્ચ 4 1921) ડેમોક્રેટિક રિપબ્લિકન
29) વોરેન હાર્ડિગ (માર્ચ 4, 1921થી ઓગસ્ટ 2, 1923) રિપબ્લિકન
30) કાલવિન કૂલિજ (2 ઓગસ્ટ, 1923થી માર્ચ 4, 1929) રિપબ્લિકન
31) હર્બટ હૂવર (માર્ચ 4, 1929થી માર્ચ 4, 1933) રિપબ્લિકન
32) ફ્રેકલિન રોજવેલ્ટ (માર્ચ4, 1933થી એપ્રિલ 12, 1945) ડેમોક્રેટિક રિપબ્લિકન
33) હેરી ટૂમન (એપ્રિલ 12, 1945થી જાન્યુઆરી 20, 1953) ડેમોક્રેટિક રિપબ્લિકન
34) ડ્વેટ એજનહૌવર (જાન્યુઆરી 20, 1953થી જાન્યુઆરી 20, 1961) રિપબ્લિકન
35) જોન એફ કેનેડી (જાન્યુઆરી 20, 1961થી નવેમ્બર 22, 1963) ડેમોક્રેટિક રિપબ્લિકન
36) લિંડન જોનસન (નવેમ્બર 22, 1963થી જાન્યુઆરી 20, 1969) ડેમોક્રેટિક રિપબ્લિકન
37) રિચર્ડ નિક્સન (જાન્યુઆરી 20,1969થી ઓગસ્ટ 9,1974) રિપલ્બિકન
38) જેરલ્ડ ફોર્ડ (ઓગસ્ટ 9, 1974થી જાન્યુઆરી 20, 1977) રિપબ્લિકન
39) જિમિ કાર્ટર (જાન્યુઆરી 20, 1977થી જાન્યુઆરી 20, 1981) ડેમોક્રેટિક રિપબ્લિકન
40) રોનાલ્ડ રીગન (જાન્યુઆરી 20,1981થી જાન્યુઆરી 20,1989), રિપબ્લિકન
41) જોર્જ હબર્ટ વાકર બુશ (જાન્યુઆરી 20, 1989થી જાન્યુઆરી 20, 1993) રિપબ્લિકન
42) વિલિયમ ક્લિન્ટન (જાન્યુઆરી 20,1993થી જાન્યુઆરી 20,2001) ડેમોક્રેટિક રિપબ્લિકન
43) જોર્જ ડબલ્યૂ બુશ (જાન્યુઆરી 20, 2001થી જાન્યુઆરી 20, 2009) રિપબ્લિકન
44) બરાક ઓબામા (જાન્યુઆરી 20, 2009થી જાન્યુઆરી 30, 2017, ડેમોક્રેટિક રિપબ્લિકન
45) ડોનાલ્ડ ટ્રમ્પ (જાન્યુઆરી 30 2017થી અત્યાર સુધી ) રિપબ્લિકન

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં  ડેમોક્રેટિક પાર્ટીની જીત સાથે કમલા હેરિસ (Kamla Harris) અમેરિકન ઈતિહાસમાં અનેક અધ્યાય લખવા માટે તૈયાર છે. જો કે હજુ સુધી ચૂંટણી પરિણામોની કોઈ જાહેરાત નથી નથી, પરંતુ ડેમોક્રેટિક પાર્ટી જીતવાની અણી પર પહોંચી ચૂકી છે.

ડેમોક્રેટિક પાર્ટીની જીત સાથે જ કમલા હેરિસ સત્તાવાર રીતે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવશે. તે સમયે એમેરિકાના રાષ્ટ્રપતિ ઈતિહાસમાં અનેક રેકોર્ડ એકસાથે બનશે.

જેમ કે 55 વર્ષની કમલા હેરિસની માતા મૂળ ભારતીય છે. જ્યારે પિતા જમૈકાના છે. તે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ થનાર ભારતીય મૂળની પ્રથમ અમેરિકન છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર તે પ્રથમ અશ્વેત હશે. અમેરિકામાં ઉચ્ચ પદ પર પહોંચનારા તે પ્રથમ દક્ષિણ એશિયન મહિલા હશે

(11:41 pm IST)