Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ઉજૈનમાં ફ્રાન્સના રાજદૂત ઈમૈન્યુઅલ લેનિને પત્ની સાથે ભગવાન મહાકાલના દર્શન કર્યા

ક્ષિપ્રા નદીના રામઘાટની મુલાકાત લઈને પ્રાચીન શનિ મંદિરમાં ભગવાન શનિદેવના દર્શન પણ કર્યા

ઉજૈન : ફ્રેન્ચ રાજદૂત ઈમૈન્યુએલ લેનિન શનિવારે સવારે ઉજ્જૈન પહોંચ્યા અને પત્ની સાથે મહાકાળેશ્વર મંદિર પહોંચી અને ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા , આ પછી તેમણે ક્ષિપ્રા નદીના રામઘાટની મુલાકાત લીધી હતી અને પ્રાચીન શનિ મંદિરમાં ભગવાન શનિદેવના દર્શન પણ કર્યા હતા

શુક્રવારે મોડી રાત્રે ફ્રેન્ચ રાજદૂત ઈમૈન્યુએલ લેનિન ખાનગી પ્રવાસ પર, પત્ની સાથે ઈંદોર પહોંચ્યા હતા. તેઓ શનિવારે સવારે ઉજ્જૈન આવ્યા હતા. મહાકાલ મંદિરના ગર્ભગૃહ, કોરોનાને કારણે બંધ થયેલ છે, તેથી તેઓએ નંદી હોલથી જ ભગવાનના દર્શન કર્યા. આ સમય દરમિયાન કોરોના ગાઇડ લાઇનનુ, સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. મહાકાલ મંદિરના શાસકીય પૂજારી રમણ ત્રિવેદીએ પૂજા-અર્ચના કરાવી હતી.

મહાકાલાલ મેનેજમેન્ટ કમિટીએ, બાબા મહાકાલની તસવીર ભેટ રૂપે ફ્રેન્ચ રાજદૂતને આપી હતી. ભગવાન મહાકાલના દર્શન કર્યા પછી, ઇમૈન્યુઅલ લેનિન અને તેમના પત્ની ક્ષિપ્રા નદી ના રામઘાટ પહોંચ્યા અને અહીંથી ઇંદોર માર્ગ પર આવેલા, પ્રાચીન શનિ મંદિરમાં પહોંચ્યા હતા. ભગવાન શનિદેવના દર્શન કરી અને ઈંદોર જવા માટે રવાના થયા હતા.

(7:39 pm IST)